મૂળ ભરૂચ જિલ્લાના લોકો પર હુમલા અને લુંટની સપ્તાહમાં ત્રીજી ઘટના
જંબુસરના કાવી ગામના 3 યુવાનો દુકાને જતા વેળા હબસીઓએ બનાવ્યા શિકાર
લુંટારૂઓએ બંદૂકના કુંડા વડે માર-મારી રોકડ રૂપિયા લુંટી ભાગી છુટ્યાં
ભરૂચ. જંબુસર તાલુકાના કાવી ગામના 3 વ્યક્તિઓ રોજગારી મેળવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી દક્ષિણ આફ્રિકાના જનીન શહેરમાં સ્થાયી થયા હતા તેઓ પોતાના ધંધાર્થે દુકાન પર જઈ રહ્યા હતા ત્યારે નીગ્રો જાતિના લુંટારૂઓએ લુંટના ઇરાદે આવી તેમને બંદૂકના કુંડા વડે માર મારી રોકડ રૂપિયા લઈને ભાગી છૂટયા હતા.
થોડાક દિવસો પહેલા જ દક્ષિણ આફ્રિકાના વેનડા ટાઉનમાં ભરૂચ જિલ્લાના વોરાસમની ગામના યુવાન પર નીગ્રો જાતિના લુંટારાઓએ કરેલા હુમલા ની શાહી હજુ સુકાઇ નથી ત્યાં જ સાસરોદ ગામના ઈમ્તિયાઝ કોચા ને નીગ્રો લુંટારુએ ગન તાકી ગાડીમાંથી રોકડ રકમ અને ઘરેણા ની લુંટ ચલાવી ફરાર થઈ ગયા હોવાની બીજી ઘટના ઘટી હતી. ત્યાં જ જંબુસર તાલુકાના કાવી ગામના યુવાનોને નીગ્રો જાતિના લોકોએ મારમારી રોકડ રકમ લઇ ભાગી છૂટવાનો ત્રીજો બનાવ બન્યો છે.
https://youtu.be/kp81IuyoROE
કાવી ગામના સિરાજ મહંમદ લીલી વાલા તેમજ યુનુસ ઐયુબ આઝાદ અને સુહેલ મહંમદ લીલી વાલા દક્ષિણ આફ્રિકાના જનીન શહેરમાં નિત્યક્રમ મુજબ દુકાન પર ધંધાર્થે જતા હતા ત્યારે રસ્તામાં નીગ્રો જાતિના લોકોએ લુંટના ઇરાદે આવી બંદૂકના કુંદા વડે ત્રણેવને મારમારી સિરાજ લીલી વાળા પાસેથી એક લાખ રૂપિયા રોકડા તેમજ યુનુસ આઝાદ પાસેથી
ત્રીસ હજાર રૂપિયા રોકડા તેમજ સુહેલ લીલી વાલા પાસેથી ત્રીસ હજાર રૂપિયા રોકડા લુંટી ભાગી છૂટયા હતા . આમ થોડાક જ દિવસોમા દક્ષિણ આફ્રિકામાં ભરૂચ જિલ્લાના ત્રણ બનાવો લુંટના બનવા પામેલ છે. કાવી ગામના ત્રણ વ્યક્તિઓ લુંટના ભોગ બન્યા હતા. ભરૂચ જિલ્લાના યુવાનો ઉપર છાશવારે થઈ રહેલા નીગ્રો જાતિના લૂંટારુઓ દ્વારા હુમલાઓથી ભારત ખાતે રહેતા તેમનો પરિવાર ચિંતાતુર બન્યા હતો.
- મૂળ ભરૂચ જિલ્લાના લોકો પર હુમલા અને લુંટની સપ્તાહમાં ત્રીજી ઘટના
- જંબુસરના કાવી ગામના 3 યુવાનો દુકાને જતા વેળા હબસીઓએ બનાવ્યા શિકાર
- લુંટારૂઓએ બંદૂકના કુંડા વડે માર-મારી રોકડ રૂપિયા લુંટી ભાગી છુટ્યાં