• હાલોલ પાવાગઢ બાયપાસ પરના જ્યોતિ સર્કલ નજીક થયો અકસ્માત
  • રોડની બાજુમાં આવેલા ઝુપડામાં રમી રહેલા બાળક પર કાર ફરી વળતા માસૂમ બાળક ગંભીર ઇજાગ્રસ્ત થયો
  • કારમાં સવાર નબીરાઓને સીધા ઉભા રહીં શકે તેવી હાલતમાં પણ નહોતા
  • પોલીસે અકસ્માત સહીત પ્રોહીબીશનનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી

પંચમહાલ. દારૂબંધી હોવા છતાં પંચમહાલ નજીકની અન્ય રાજ્યોની સરહદથી ખુલ્લેઆમ દારૂનો જથ્થો મધ્યગુજરાત સહીત આસપાસના શહેરોમાં ઠાલવવામાં આવે છે. જે વાતથી પોલીસ અધિકારીઓ, સ્થાનિક નેતાઓ અને સામાન્ય માણસ પણ સારી રીતે વાકેફ છે. ત્યારે દારૂના નશામાં ચુર યુવાનો બેફામ બની કાર હંકારતા પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકે છે. તેવુંજ કંઇક મોડી સાંજે હાલોલ-પાવાગઢ બાયપાસ પર બન્યું હતુ. જેમાં એક માસૂમનો સદનસીબે જીવ બચ્યો હતો.

હાલોલ પાવાગઢ બાયપાસ પર હાલ રોડ ક્ન્સટ્રકશનની કામગીરી ચાલી રહીં છે. તેવામાં જ્યોતિ સર્કલ નજીક મજૂરી કામ કરતુ પરિવાર ઝુપડુ બાંધી રહીં પોતાનુ ગુજરાન ચલાવી રહ્યું છે. દરમિયાન આજે મોડી સાંજે શહેરના આજવા રોડ ખાતે રહેતા રવિ શાહ, સુનિલ પરમાર અને ઋષિક કારમાં પાવગઢ તરફથી પુરઝડપે કાર હંકારી વડોદરા આવી રહ્યાં હતા. દરમિયાન જ્યોતિ સર્કલ નજીક કાર ચાલક રવિ શાહએ અચાનક સ્ટીયરીંગ પરનુ કાબુ ગુમાવતા કાર ધડાકાભેર રસ્તાની બાજુમાં આવેલા શ્રમજીવીના ઝુપડામાં ઘૂસી જતા ગંભીર અક્સમાત સર્જાયો હતો.

આ અકસ્માતમાં શ્રમજીવી પરિવારનો 9 વર્ષીય બાળક મનોજ ઘરમાં એકલો રમી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસમાં રહેતા તાત્કાલીક દોડી આવ્યાં હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતા તેઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે કારમાં સવાર ત્રણેય યુવકની તપાસ કરતા તેઓએ કેફી પીણાનો નસો કરેલી હાલતમાં જણાઇ આવ્યાં હતા. અકસ્માતના આ બનાવમાં કાર ચાલક રવિ શાહ અને ઋષિકને પણ ઇજા પહોંચી હતી. જ્યારે 9 વર્ષીય મનોજને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી ત્રણેયને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

બનાવને પગલે ઇજાગ્રસ્ત મનોજના પરિવાર સહિત સ્થાનિકોએ અકસ્માત સર્જનાર કાર ચલાક સહિતના તમામ નસો કરેલી હાલતમાં હોય તેમની સામે અકસ્માત સહિત પ્રોહીબીસન ન ગુન્હો નોંધવા પોલીસને જણાવતા પોલિસે કારમાં સવાર ત્રણેવ ઇજાગ્રસ્તોને 108માં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી ત્રણેવના બ્લડ સેમ્પલ લેવડાવ્યા હોવાનું પીએસઆઇ ગઢવીએ જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud