• સરકાર અને તબિબોના પ્રયાસોથી કોરોના નિયંત્રણમાં આવ્યો હોવાના પરિણામો જોવા મળી રહ્યા છે
  • હાર્દિક પટેલે એક ટ્વીટ મારફતે અનેક મુદ્દે સરકાર પર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો
  • હાર્દિક પટેલ ટ્વીટ મારફતે અનેક મુદ્દાઓ રજુ કરતા હોય છે

hardik patel

Watchgujarat. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે WELCOME TO “NEW INDIA” (નવા ભારતમાં તમારૂ સ્વાગત છે)  તેમ લખીને ટ્વીટ કરી છે. તેમાં મુખ્ય ત્રણ મુદ્દાઓને હાઇલાઇટ કરવીમાં આવ્યા છે. આમ, આડકતરી રીતે હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોરોના કાળમાં સરકાર દ્વારા સમયસર પુરતી વ્યવસ્થા નહિ કરવાને કારણે અનેક લોકોએ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.

રાજ્ય સરકાર છેલ્લા દોઢ વર્ષથી પણ વધારે સમયથી કોરોનાને નાથવા માટે પ્રયત્નશીલ છે. સરકાર અને તબિબોના પ્રયાસોથી કોરોના નિયંત્રણમાં આવ્યો હોવાના પરિણામો જોવા મળી રહ્યા છે. અને માર્કેટમાં હવે ધીમે ધીમે પુન શરૂ થઇ રહ્યા છે. તેવા સમયે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વીટ કરીને સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

હાર્દિક પટેલે ટ્વીટમાં લખ્યું છે કે, WELCOME TO “NEW INDIA” (નવા ભારતમાં તમારૂ સ્વાગત છે). પછી ટ્વીટ સાથે પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, NO VIKAS, NO VACCINE, NO VACANCY, (વિકાસ નથી, રસી નખી, ખાલી જગ્યા નથી). આમ, હાર્દિક પટેલે એક ટ્વીટ મારફતે અનેક મુદ્દે સરકાર પર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજ્ય કોરોનાની બીજી ઘાતક વેવમાંથી પસાર થયું હતું. બીજી વેવમાં આક્રમક બનેલા કોરોનાને નાથવા માટે સરકાર અને તબિબોએ અથાગ મહેનત કરી હતી. જ્યારે હવે કોરોના નિયંત્રણમાં આવ્યો છે ત્યારે હાર્દિક પટેલે કોરોના પરથી સરકારનું ધ્યાન અન્ય મુદ્દાઓ પર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud