• યોગી ડિવાઇન સોસાયટીના સંસ્થાપક અને યુવાનોના પ્રણેતા હતા હરિપ્રસાદ સ્વામી
  • સોમવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં હરિપ્રસાદ સ્વામીનુ અંતિમ યાત્રાએ પ્રયાણ
  • સાવલીના નાનકડા ગામ આસોજમાં હરિપ્રસાદ સ્વામીનો 23 મે 1934માં જન્મ થયો હતો.
  • હ્રદયની બીમારીથી પીડાતા હરિપ્રસાદ સ્વામી તબીયત વધુ નાદુરસ્ત થતાં સોમવારે ભાઇલાલ અમીન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

WatchGujarat. યોગી ડિવાઇન સોસાયટીના સંસ્થાપક અને લાખો યુવાનોના પ્રણેતા હરિધામ સોખડીના હરિપ્રસાદ સ્વામીએ સોમવારે મોડી રાત્રે લીલા સંકેલી લીધી હતી. મળતી માહિતી અનુસાર, છેલ્લા ત્રણ-ચાર દિવસથી હરિપ્રસાદ સ્વામીની હ્રદયની બીમારીના કારણે તબીયાત નાદુરસ્ત રહેતી હતી. જોકે સોમવારે તેમની તબીયત વધુ નાદુરસ્ત બનતા વડોદરાની ભાઇલાલ અમીન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હ્રદયની બીમારીથી પીડાતા હરિપ્રસાદ સ્વામીને હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહીં હતી. જોકે મોડી રાત્રે તેમને અંતિમ શ્વાસ લેતા અંતિમ યાત્રાએ પ્રયાણ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે હરિધામ સોખડા ખાતે રાખવામાં આવશે. જ્યાં ભક્તો તેમના અંતિમ દર્શન કરી શકશે.

સ્વઃ હરિપ્રસાદ સ્વામીની વાત કરવામાં આવે તો તેમનો જન્મ વડોદરા નજીકના સાવલી તાલુકાના આસોજ ગામે રહેતા ગોપાલદાસ અને કાશીબાના ઘરે 23 મે 1934ના રોજ “પ્રભુદાસ” નો જન્મ થયો હતો. માતા કાશીબા અને પિતા ગોપાલદાસ પહેલાથી જ ધર્મ અને ભક્તિમાં માનનારા હતા. 1965માં વિજ્યા દશમીના દિવસે “પ્રભુદાસ” ને યોગીબાપા દ્વારા સાધુ હરિપ્રસાદ નામ આપવામાં આવ્યું હતુ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud