• ગતરોજ માંજલપુરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવતા જ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઇ
  • અકસ્માત સર્જી જીપ લઇ ચાલક થયો ફરાર, ઘટના સ્થળથી દુર જીપ અથડાયેલી હાલતમાં મળી
  • જીપ ચાલકના પિતા ઘનશ્યામ ફુલબાજે તાજેતરમાં પાલિકાની ચુંટણીમાં વોર્ડ નં – 6 માંથી RSP પક્ષમાંથી લડ્યા હતા
  • અકસ્માતની ઘટનામાં 7 વર્ષના કવિશનું મોત થયું
  • પ્રાથમિક તપાસમાં જીપ દેવુલ ઘનશ્યામ ફુલબાજેની છે. ગાડીમાંથી તલવારની મ્યાન મળી આવી હતી – પીઆઇ કે. એમ. છાશીયા

WatchGujarat. શહેરમાં ગમે તેટલા ટ્રાફીક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવે તેમ છતાં રોડ અકસ્માતમાં માસુમ લોકોનો જીવ ગુમાવવીનો સીલસીલો આજે પણ ચાલુ જ છે. ગત રાત્રે માંજલપુરના મંગલેશ્વર મહાદેવ – સ્મશાન રોડ પર બેફામ રીતે હાંકવામાં આવતી જીપે ટુ વ્હીલરને ટક્કર મારી હતી. અકસ્માતની ઘટનામાં ટુ વ્હીલર પર ઘરે પરત ફરી રહેલા ભાઇ બહેન રસ્તા પર પટકાયા હતા. ચાલક ઘટના સ્થળેથી જીપ લઇના નાસી છુટ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થતા 7 વર્ષના કવિશનું મોત થયું હતું. અકસ્માત સ્થળથી દુર ડિવાઇડર પર ચઢેલી હાલતમાં જીપ મળી આવી હતી. સમગ્ર મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગત રોજ માંજલપુર વિસ્તારમાં ટ્યુશનેથી બે ભાઇઓ કિયાન અને કવિશને પરત લઇને બહેન ઘરે આવવા ટુ વ્હીલર પર નિકળી હતી. દરમિયાન માંજલપુર સ્મથાન રોડ પરથી પસાર થતી વેળાએ પાછળથી પુર પાટ ઝડપે આવતી જીપે ટુ વ્હીલરને જોરદાક ટક્કર મારી હતી. ટક્કર લાગતા જ ટુ વ્હીલર પડી ગયું હતું. અને સવાર ત્રણેય ભાઇ – બહેનો જમીન પર પટકાયા હતા. અને ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ નજીકની ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં માંજલપુરના સુબોધનગરમાં પોતાની માસીના ઘરે રહી ભણતા 7 વર્ષિય કવિશ રાજેશ પટેલ ગંભીર રીતે ઘાયલ થતા તેનું મૃત્યું થયું હતું. સ્થાનિકોના મતે જીપ ચાલક નશાની હાલતમાં હતો. જો કે, સમગ્ર મામલે વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.

માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ કે. એમ. છાશીયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઇ કાલે 6 વાગ્યાની આસપાસ માંજલપુર સ્મશાન પાસે જીપ અને ટુ વ્હીલરનો અકસ્માત થયો હતો. અકસ્માતની જગ્યાએથી દુર ડિવાઇડર સાથે અથડાયેલી હાલતમાં જીપ મળી હઆવી હતી. પ્રાથમિક તપાસમાં જીપ દેવુલ ઘનશ્યામ ફુલબાજેની છે. અકસ્માત બાદ આરોપીના ઘરે તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી કોઇ મળી આવ્યું ન હતું. ગાડીમાંથી તલવારની મ્યાન મળી આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં હીટ એન્ડ રનની ઘટના સામે આવતા જ ચકચાર મચી જવા પામી હતી. જે જીપથી અકસ્માત થયો છે તેના ચાલકના પિતા ઘનશ્યામ ફુલ બાજે સમાજ સેવક છે. અને અવાર નવાર નાના મોટા સેવાકીય કામો કરીને તેની પ્રસિદ્ધી મેળવતા રહે છે. તાજેતરમાં યોજાયેલી કોર્પોરેશનની ચુંટણીમાં વોર્ડ નં – 6 માંથી RSP પક્ષમાંથી ચુંટણી લડ્યા હતા. જેમાં તેનો કારમો પરાજય થયો હતો

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud