હાલ ઉપવાસની સીઝન ચાલી રહી છે અને તે દરમિયાન ઘરેજ બનાવી શકો છો એક સ્વીટ ડીશ.

ચાતુર્માસ અને ગૌરી વ્રતની સાથે જ્યા પાર્વતી વ્રતના તહેવારો ચાલી રહ્યા છે.આવા સમયે જો આપ પણ ઉપવાસ કરો છો તો શ્રીખંડ તમારી માટે એક બેસ્ટ સ્વીટ ડીશ હોઈ શકે છે.શ્રીખંડનું નામ સાંભળતાની સાથે જ અનેકના મોઢામાં પાણી આવી જાય છે અને તેને જોયા બાદ આપ પોતાને રોકી સકતા નથી. જો આપણે ઓછા બજેટમાં, મનગમતા ફ્લેવરમાં અને ક્વોલિટીની ગેરંટી સાથે શ્રીખંડ મળે તો કોને ન ગમે? તો ચાલો આજે ટ્રાય કરી લો સિમ્પલ અને સૌને પસંદ આવે એવું કેસર શ્રીખંડ, જે ઘરે જ સરળતાથી અને ફટાફટ બની જશે.

કેસર શ્રીખંડની સામગ્રી

-1 લીટર દૂધ

-50 ગ્રામ દહીં મોળુ

-200 ગ્રામ ખાંડ

-1 ચમચી જાયફળ પાવડર

-5 ગ્રામ ચારોળી

-કેસર

-ઈલાયચી

બનાવવાની રીત

સૌ પ્રથમ દૂધને ગરમ કરો.હવે એક કપમાં થોડુ દૂધ લઈ તેમાં કેસર ઓગાળી આ દૂધ સમગ્ર દૂધમાં મિક્સ કરો. દૂધ એકદમ ઠંડુ થાય કે તેમાં બે ચમચી દહીં ઉમેરી દો. હવે આ દૂધને ગાળી લો. પછી બધુ દહી દૂધમાં નાખી દો.

જો તમે રાતે આવુ કરશો તો સવાર સુધી દહી તૈયાર થશે. હવે એક થાળી પર કોટન કપડુ પાથરો અને ઉપરથી દહીં પાથરી દો. ધીરે ધીરે દહીમાં રહેલુ પાણી નીકળી જશે લગભગ એક કલાક સુધી રહેવા દો જેથી દહીનું સંપૂર્ણ પાણી નીતરી જાય. હવે કપડાને દહી સાથે ઉચકી લો અને દહીને એક તપેલીમાં કાઢી લો.

આ પ્રકારે તૈયાર થયેલા દહીને મસકો કહે છે. હવે આ મિશ્રણમાં ખાંડ નાખી મિક્સ કરો. ખાંડ ઓગળી જાય કે તેને ઝીણા કપડાં વડે ગાળી લો. ઉપરથી ઈલાયચી પાવડર, જાયફળ પાવડર, ચારોળી નાખી હલાવો. હવે શ્રીખંડને ઠંડુ કરવા મૂકો. તૈયાર ટેસ્ટી શ્રીખંડને ગરમા-ગરમ પૂરી સાથે પરોસો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud