• પત્નીની ઘાતકી રીતે હત્યા કર્યા બાદ પતિએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો
  • હત્યારા શૌલેશની વાત સાંબળી પોલીસ ચોંકી ઉઠી અને તાત્કાલીક કાફલો સ્થળ પર દોડ્યો
  • એસઆરપી કેમ્પ પાછળ અવાવરું સ્થળ પર લઇ જઈ તેની પત્ની નેહાની લાશ પોલીસને બતાવી હતી.
Accused Shailesh Panchsara
Accused Shailesh Panchsara

WatchGujarat. આધુનિક સમયમાં લગ્નેતર સંબંધોનું પ્રમાણ વધ્યું છે. અને આવા સંબંધોનો અંજામ પણ મોટેભાગે લોહિયાળ આવતો હોય છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મનહરપુરમાં રહેતા યુવકે તેની પત્નીની ઘાતકી હત્યા કરી લાશને અવાવરું સ્થળે મૂકી દઈ સામેથી હત્યા કર્યા અંગેની પોલીસમાં જાણ કરી હતી. યુવકે કંટ્રોલરૂમમાં ફોન કરીને કહ્યું હતું કે, પત્નીનાં ચારિત્ર્યથી કંટાળી તેની હત્યા કરી દીધી છે, ક્યાં હાજર થવાનું ? જેને પગલે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપી પતિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Neha
Neha

જાણવા મળતી વિગત મુજબ, મનહરપુર ખાતે રહેતા શૈલેષ ભૂપતભાઈ પંચાસરા નામના 25 વર્ષના યુવકે શુક્રવારે રાત્રે પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને કહ્યું હતું કે, ‘મારી પત્ની ચારિત્રયહીન છે તેના લફરાંથી કંટાળીને તેને મેં પતાવી દીધી છે. ક્યાં પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉ ? શૈલેશની વાત સાંભળી યુનિવર્સિટિ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડાંગર સહિતનો સ્ટાફ ત્યાં પહોંચતાં જ આરોપી પોલીસ પાસે આવ્યો હતો. અને એસઆરપી કેમ્પ પાછળ અવાવરું સ્થળ પર લઇ જઈ તેની પત્ની નેહાની લાશ પોલીસને બતાવી હતી.

શૈલેષ પંચાસરાએ પોલીસ સમક્ષ કહ્યું હ તું કે, નેહાનો પરિવાર ઘંટેશ્વર દરગાહ પાછળના વિસ્તારમાં રહે છે. અને પોતે ડ્રાઇવિંગનું કામ કરે છે. 5 વર્ષ પહેલાં નેહા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. અને તેને સંતાનમાં બે વર્ષની પુત્રી છે. નેહાને અનેક યુવક સાથે લફરાં હોવા મુદ્દે બાબતે અગાઉ ઘણી વખત માથાકૂટ થઇ હતી. પરંતુ તેના આડાસંબંધો નહીં અટકતાં અંતે પોતે તેને પતાવી દીધી હતી.

શૈલેષનાં કહેવા મુજબ, તેણે રાત્રિના મનહરપુરના ઘરે પત્ની નેહાને પેટમાં છરીના 3 ઘા ઝીંક્યા બાદ વાહનમાં બેસાડી એસઆરપી કેમ્પની પાછળ લઇ આવ્યો હતો. અને ત્યાં ગળેટુંપો આપી પતાવી દીધી હતી. શૈલેષ પંચાસરાએ પોલીસ સમક્ષ નેહાની હત્યાની કેફિયત આપી છે. જેને લઈને તેની ધરપકડ કરવામાં આવી છે. બીજીતરફ માતાની હત્યા થતાં આ દંપતિની બે વર્ષની બાળકી હાલ સાવ નોધારી બની ગઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud