• 14 ની ફેબ્રુઆરીના રોજ દંપત્તિનું લગ્ન થયું હતું, તે જ દિવસે 23 વર્ષ બાદ પતિએ નવજીવન આપ્યું
  • ડાયાલીસીસ બાદ પત્નીના સ્વાસ્થ્ય કથળતું જોયા બાદ પતિને કિડની આપવાનો વિચાર આવ્યો 
  • પતિ- પત્નિના સંબંધોને વધુ મજબુત કરતું ઉદાહરણ પુરૂ પાડે તેવી ઘટના
  • પરિવારમાં કોઇ પણ જાતની ચર્ચા કર્યા વગર પતિએ પત્નીને કિડની આપવાનું વચન આપ્યું

WatchGujarat. વેલેન્ટાઇન્સ ડે પ્રેમી પંખીડાઓ ખાસ સેલિબ્રેટ કરતાં હોય છે. પ્રેમ કરવાની કોઇ ઉંમર નથી હોતી. યુવાનોમાં વેલેન્ટાઇન ડે ના દિવસે એક ખાસ પ્રકારનું એક્સાઈ્ટમેન્ટ પણ હોય છે. કે, આજે પોતાના પ્રિય પાત્ર તરફથી શું ખાસ ગિફ્ટ મળશે. ત્યારે અમદાવાદના એક પતિએ આ દિવસે પોતાની પત્નીને મહામુલી ગિફ્ટ આપી છે. ત્રણ વર્ષથી કિડની ફેલ્યોરના કારણે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી પત્નીને પતિએ પોતાની કિડની ગિફ્ટ કરી છે.

અમદાવાદના રાણીપમાં રહેતા 43 વર્ષીય રીટાબેન પટેલને ત્રણ વર્ષ પહેલા બંને કિડની ફેઇલ થયાનું નિદાન થયું હતું. કિડની રોગથી પિડાતી પત્નીને જોઈ પતિ વિનોદભાઈએ તેમની એક કિડની ભેટ આપવા નિર્ણય કર્યો હતો. અને 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેની વહેલી સવારનો દિવસ પસંદ કર્યો હતો. અમદાવાદની  સેલ્બી હોસ્પિટલમાં વિનોદભાઈએ રીટાબેનને પોતાની કિડની આપી.

રીટાબેને મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે, ‘મારા પતિ એક વાર પણ નથી વિચાર્યું કે ઘરમાં ડિસ્કશન નથી કર્યુ.પોતાની કીડની આપવા માટે તરત તૈયાર થઈ ગયાં હું બહુ જ નસીબદાર છું કે આવા પતિ છે,’ આ શબ્દો છે પત્નીનાં. આવા શબ્દો અને આવી કહાની તમે ફિલ્મોમાં જોઈ હશે પરંતુ આ કોઈ ફિલ્મ નથી. જિંદગીની વાસ્તવિકતા છે

23 વર્ષ અગાઉ 14 ફેબ્રઆરીના રોજ લગ્ન અને આજ દિવસે નવજીવન મળ્યું

હાથમાં હાથ લઈને એકબીજાને આંખોમાં છલકાતા પ્રેમ સાથે આગળની જિંદગી સાથે વીતાવા  માટે આજથી 23 વર્ષ પહેલાં વિનોદભાઈ અને રીટાબેને વિચાર્યું હતુ્. આજે  એટલે 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન્સ ડેના દિવસે તેઓ એકબીજા સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. તેથી આજના જ દિવસે  વિનોદભાઈ પોતાની પત્ની રિટાબેનને કીડનીનું દાન કર્યું છે.

‘જેથી મેં નક્કી કર્યુ કે, કીડનીનું હું દાન કરીશ’

મિડીયા સમક્ષ વાત કરતા વિનોદભાઈએ સ્પષ્ટ કર્યુ કે, છેલ્લાં 10થી 11 વખત દરેક ડાયાલીસીસ વખતે હું મારી પત્ની સાથે રહ્યો હતો. ડાયાલીસીસને કારણે તેનું શરીર કમજોર થઇ રહ્યું હતું. જેથી મેં નક્કી કર્યુ કે, હું મારી કીડનીનું દાન કરીશ.’

રીટાબેન અને વિનોદભાઈ આજે સમાજમાં મિસાલ બન્યા છે. તેઓ આજના દિવસે વેલેન્ટાઈન ઉજવતાં લોકોને કહે છે કે, અસલી વેલેન્ટાઈન્સ એટલે ફ્લાવર કે ગિફટ આપવી જ નહીં પંરતુ પોતાના પ્રિય પાત્રના તમામ દુખમાંથી તેને બહાર લાવવું એટલે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud