• લગ્નના બે વર્ષ બાદ પતિએ પત્નીને કહ્યું તું મને ગમતી નથી અને મારે તારી સાથે રહેવુ નથી
  • પત્નીને પતિ ઉપર શંકા જતા એક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી બનાવી વાતચિત શરૂ કરૂ
  • આણંદના ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ ત્રિપલ તલાકની ફરીયાદ

WatchGujarat.  વર્ષ 2019માં અંકલેશ્વર ખાતે રહેતા યુવક સાથે ફિરોઝાના લગ્ન થયા હતા. લગ્નને બે વર્ષથી વધુ સમય વિતી ગયો હતો. અને પતિ સહિત સાસુ અને નણંદે ત્રાસ ગુજારવાનુ શરૂ કર્યું હતુ. આ દરમિયાન પતિએ પણ પત્નીને ત્રાસ આપી આખરે કહીં “દીધુ તું મને ગમતી નથી અને મારે તારી સાથે રહેવુ નથી ”  અને ત્રણ વખત મૌખિક તલાક બોલી પરણિતાને ઘરમાંથી કાઢી મુકી હતી. અહિં આ વાત અટકતી નથી.

25 વર્ષીય ફિરોઝા (નામ બદલેલુ છે) ના લગ્ન સમાજના રીતીરિવાજ અનુસાર નવેમ્બર વર્ષ 2019ના રોજ મુળ મહિસાગર જિલ્લાના ડેભારી અને હાલ અંતલેશ્વર ખાતે રહેતા ફેઝલ સતારભાઇ શેખ સાથે થયા હતા. લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે તમામ વસ્તુઓ કેટલીક હદે સારી ચાલી રહીં હતી. લગ્નના બે વર્ષ દરમિયાન દંપતિને કોઇ સંતાન ન હતુ. પરંતુ  બન્ને વચ્ચેના અનબનાવનુ આ કોઇ કારણ હોય તેવુ લાગતુ નથી.

ફિરોઝાએ ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે ફેઝલ સતારભાઇ શેખ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, 25 જુલાઇ 2021ના રોજ ફેઝલએ પત્ની ફિરોઝાને કહ્યું “તું મને ગમતી નથી અને મારે તારી સાથે રહેવુ નથી, અને ત્રણ વખત તલાક તલાક તલાક બોલી કહ્યું કે હવે તને છુટ્ટાછેડા આપી દીધા છે . અને ત્યારબાદ ફિરોઝાને ઘરમાંથી કાઢી મુકતા તે પિતાના ઘરે એટલે કે પીયરમાં રહેવા લાગી હતી. આ દરમિયાન ફિરોઝા સાથે તેના પતિએ કરેલી આ કરતુ અંગે તેને શંકા જતા એક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી બનાવ્યું હતુ. આ આઇ.ડી પરથી તેણીએ પતિ ફેઝલને રિકવેસ્ટ મોકલતા તેણે સ્વીકારી લીધી અને બન્ને વચ્ચે વાત શરૂ થઇ. શરૂઆતમાં ફેઝલ ન્હોતો જાણતો કે સામે તરફથી વાત કરી રહેલી વ્યક્તિ તેની પત્ની છે. પરંતુ તેને શંકા ગઇ અને આખરે કોઇ રીતે ખાતરી પણ થઇ જતાં તેણે પત્ની ફિરોઝાને ત્રણ વખત તલાક તલાક તલાક લખી ઇન્સ્ટાગ્રામ મેસેજ કર્યો હતો.

આમ ફિરોઝાને ત્રિપલ તલાકના નવા કાયદા અંગે જાણ થતાં તેણીએ પતી ફેઝલ વિરૂદ્ધ ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે.

Facebook Comments Box

Videos

Our Partners