• લીનુંસિંગે IAS ડો. ગૌરવ દહિયા સામે એક પછી એક આક્ષેપો કરતા ભારે ચકચાર મચી હતી
  • લીનુંસિંગના પતિ દિનકરે દિલ્હી હાઇકોર્ટમાં લીનુંસિંગના નામનો દિલ્હીની સાકેત સેશન્સ કોર્ટનો બનાવટી ઓર્ડર રજુ કર્યો હતો.
  • કુલદીપ દિનકરની પોલીસે દિલ્હીની સાકેત કોર્ટમાંથી ધરપકડ કરી

WatchGujarat. ગુજરાત કેડરના IAS ઓફિસર ડો. ગૌરવ દહિયા સામે લીનુસિંગ તથા તેના પતિ કુલદીપ દિનકર દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું હતું. લીનુંસિંગે IAS ડો. ગૌરવ દહિયા સામે એક પછી એક આક્ષેપો કરતા અને મામલો સપાટી પર આવતા ભારે ચકચાર મચી હતી. અને ગુજરાત સરકારે IAS ડો. ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે, હવે લીનુંસિગના પતિ કુલદીપ દિનકરની બનાવટી કોર્ટ ઓર્ડર રજુ કરવાના કેસમાં દિલ્હી પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

લીનુંસિંગે IAS ડો. ગૌરવ દહિયાની પત્નિ હોવાનું અને બંન્નેને બાળક હોવાના આક્ષેપ કર્યા હતા. તથા IAS ડો. ગૌરવ દહિયાના ચારીત્ર્ય અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. સમગ્ર મામલો સપાટી પર આવતા ગુજરાત સરકારે IAS ડો. ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે ત્યાર બાદ લીનુંસિંગ અને તેના પતિ દિનકરના અનેક કૌભાંડ સામે આવ્યા હતા. લીનુંસિંગના પતિ દિનકરે દિલ્હી હાઇકોર્ટમાં લીનુંસિંગના નામનો દિલ્હીની સાકેત સેશન્સ કોર્ટનો બનાવટી ઓર્ડર રજુ કર્યો હતો. જો કે વાત તપાસમાં કોર્ટના ધ્યાને આવતા તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ મામલે તાજેતરમાં દિલ્હી પોલીસને કુલદીપ દિનકરની ધરપકડ કરીને પ્રથમ સફળતા મળી હતી. જેમાં લીનુંસિંગના પતિ કુલદીપ દિનકરની પોલીસે દિલ્હીની સાકેત કોર્ટમાંથી ધરપકડ કરી છે અને ત્યાર બાદ તેને 14 દિવસની ન્યાયીક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યો છે. કાયદાકીય નિષ્ણાંતના મતે, કુલદીપ દિનકરને બનાવટી દસ્તાવેજો બનાવવામાં લીનુંસિંગની સંડોવણી સામે આવતા, આવનાર સમયમાં તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી આ દંપતી વિરુદ્ધ ડો. ગૌરવ દહિયાની એફઆઈઆર નોંધીને દિલ્હી પોલીસ દ્વારા કાર્યવાહી થતા ખંડણી કૌભાંડ બહાર આવ્યું છે, ત્યારથી લીનુંસિંગ છેલ્લા કેટલાય મહિનાઓથી ફરાર છે. પોલીસ દ્વારા લીનુંસિંગની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

IAS ડો. ગૌરવ દહિયા ગુજરાત કેડરના ખુબ જ જાણીતા સનદી અધિકારી છે. લીનુંસિંગ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના પગલે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે લીનુંસિંગના પતિ કુલદીપ દિનકર સામે ફ્રોડના કેસો સામે આવી રહ્યા છે. જેવી રીતે લીનુંસિંગના પતિ કુલદીપ દિનકરનું બનાવટી કોર્ટ ઓર્ડર બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. તેમ જોતા લાગે છે કે IAS ડો. ગૌરવ દહિયાને કોઇ ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યા હોય. આગામી સમયમાં ઉપજાવી કાઢેલા આરોપસર સસ્પેન્ડ કરવામાં આવેલા IAS ડો. ગૌરવ દહિયાને પરત લેવામાં આવવાનો માર્ગ ખુલ્લો થતો જોવા મળી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud