ભરૂચનો નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડો તેનો ભાઈ રાહુલ કાયસ્થ પોલીસ પકડથી દૂર
દારૂના કુલ ₹62.67 લાખના મુદામાલના હેરફેર અને કટિંગમાં જોતરાયેલા 32 આરોપીઓ સામે ગુનાનો સંભવત રાજ્યમાં પહેલો કિસ્સો
દારૂની ખેપ માટે ડ્રાઈવરને રખાયો હતો પગારે, 20 થી વધુ મજૂરો ₹300 ના રોજે પેટીઓ ઉતારવા લવાયા હતા
WatchGujarat ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ એ ભરૂચ તાલુકાના કેલોદ ગામે ફાર્મ હાઉસની ખુલ્લી જગ્યામાં ભરૂચના કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ ઉર્ફે બોબડો ના કટિંગ થતા દારૂના વિપુલ જથ્થા કિંમત ₹34.47 લાખને પકડી પાડતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે.
ભરૂચ તાલુકાના કેલોદ ગામની સીમમાં આવેલ મેલડી માતાજી ના મંદિર પાસે , ભુખી ખાડીની બાજુમાં આવેલ મરઘી ફાર્મની ખુલ્લી જગ્યામાં અલગ અલગ વાહનો જેમાં એક ટાટા ટ્રક, બંધ બોડીની 2 ટાટા વિન્ગર તથા ટાટા ACE છોટા હાથી મળી ચારેય વાહનો ₹ 28 લાખના કબ્જે લીધા છે. દરોડામાં સ્થળ પર ટ્રક માંથી અન્ય વાહનોમાં દારૂ કટિંગ કરાતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો. અલગ અલગ બ્રાન્ડની દારૂની 19556 બોટલ-ટીન મળી કુલ ₹ 34.47 લાખનો દારૂનો જથ્થો, 3 મોબાઈલ અને રોકડા 3040 અંગ ઝડતી માં આરોપીઓ પાસેથી કબ્જે કરાયા હતા.
હરિયાણા પાર્સિંગની ટ્રકમાં ખાખી 51 ખોખામાં પ્લાસ્ટિકની ખાલી બોટલોની આડમાં દારૂનો વિપુલ જથ્થો ભરૂચમાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ એ ઠાલવ્યો હતો. સ્થળ પર દરોડા દરમિયાન માલ કટિંગ કરી રહેલા મજૂરો સહિત ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. પોલીસે એક સગીર સહિત 10 આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે ભરૂચના નામચીન બુટલેગર નયન બોબડો તેનો ભાઈ સહિત 22 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા હતા. માલ ઉતારનાર 20 જેટલા મજૂરોને ₹300 જ્યારે ડ્રાઈવરોને મહિને પગારે દારૂની ખેપ માટે બુટલેગરે રાખ્યા હતા.
સ્થળ પરથી પકડાયેલા આરોપી