MP મનસુખ વસાવા, ધારાસભ્ય પી.ડી.વસાવા સહિતના પદાધિકારીઓએ પણ કરેલુ મતદાન
જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એ.શાહ તેમજ નિરીક્ષક ડૉ. એસ.જે.જોષીએ મતદાન મથકોની મુલાકાત લઇ મતદાન પ્રક્રિયાનું કરેલું નિરીક્ષણ
WatchGujarat નર્મદા જિલ્લામાં આજે જિલ્લા પંચાયત તથા નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા, સાગબારા તાલુકા પંચાયત તેમજ રાજપીપલા નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીઓમા MP મનસુખ વસાવાએ રાજપીપલા પાલિકાની વોર્ડ નંબર 7ની ચૂંટણી માટે રાજપીપલામાં લુહાર-સુથાર પંચની વાડી ખાતેના મતદાન મથકે તેમના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.
નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ પણ ભૂછાડ ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે મતદાન કર્યું હતું. પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાએ સુંદરપુરા ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે નગરપાલિકા માટે 37 મતદાન મથક તેમજ જિલ્લાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત માટે 597 મતદાન મથક સહિત 634 જેટલા મતદાન મથકોએ મતદાન યોજાયું હતું.
નર્મદા જિલ્લા ચુંટણી અધિકારી ડી.એ.શાહે રાજપીપલા પાલિકા, જિલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણી માટેના મતદાન મથકોની મુલાકાત લઇ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરી જરૂરી પૃચ્છા સાથે જાણકારી મેળવી હતી.
રાજ્ય ચૂંટણી આયોગના ચૂંટણી નિરીક્ષક ડૉ.એસ.જે. જોષીએ સવારે રાજપીપલા પાલિકા વિસ્તારમાં સરકારી હાઇસ્કુલ ખાતેના તેમજ નાંદોદ તાલુકાના આંબલી ગામે, દેડીયાપાડા તાલુકાના ચીકદા, ટીમ્બાપાડા તેમજ સાગબારા તાલુકાના ગંગાપુર, દુધલીવેર, ચોપડવાવ, સેલંબા અને ગોટપાડા ખાતેના મતદાન કેન્દ્રોની મુલાકાત લઇ જે તે મતદાન મથકોએ થઇ રહેલી મતદાન કામગીરીનું નિરીક્ષણ કરવા ઉપરાંત મતદાન પ્રક્રિયા સંબંધી પૃચ્છા સાથે જરૂરી જાણકારી મેળવી હતી.
રાજપીપલા શહેરના દોલતબજારના રહીશ અને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ પ્રાથમિક શાળા ખાતે પ્રથમ વખત મતદાન કરનાર યક્ષ સ્વામીશરણ શીકલીગર આનંદ અને ગૌરવની લાગણી અનુભવવાની સાથે સૌ કોઇને મતદાન કરવાનો સંદેશ પાઠવ્યો છે. તેવી જ રીતે રાજપીપલાના કુવા ફળીયાના રહીશ કેસાબેન કમલેશકુમાર વ્યાસે પણ આજે સૌ પ્રથમ વખત કરેલા મતદાનથી હર્ષની લાગણી વ્યક્ત કરતા મતાધિકાર ધરાવતા પ્રત્યેક મતદારાને તેમના મતાધિકારનો અચૂક ઉપયોગ કરી લોકશાહીને વધુ મજબુત બનાવવા માટેના યોગદાન માટે આહવાન કર્યુ છે.
રાજપીપલા ટેકરા ફળીયાના રહીશ દિવ્યાંગ ધનુબેન સતીશભાઇ વસાવાએ બીએડ કોલેજ ખાતે મતદાન કર્યું હતું. શહેર અને જિલ્લામાં આજે યોજાયેલા આ મતદાન દરમિયાન મૂકબધિરોને પણ લોકશાહીનો સાદ સંભળાવાની સાથે પ્રજ્ઞાચક્ષુઓને પણ મતદાન મથકોનો રાહ સૂઝ્યો હોવાના અને આવા દિવ્યાંગ મતદારોના મતદાનના માધ્યમથી લોકશાહીની ગરિમાને ઉજાગર કરતાં કિસ્સાઓ નોંધાયા છે. સાંજે 4 કલાક સુધીમાં રાજપીપળા પાલિકામાં 50.05 %, જિલ્લા પંચાયત માટે 47.70 ટકા અને 5 તાલુકા પંચાયત માટે 55 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં નાંદોદ 51.95, ડેડીયાપડા 54.31, ગુરુડેશ્વર 55.40, તિલકવાડા 52.11 અને સાગબારા તાલુકા પંચાયત માટે 57.59 ટકા મતદાન થયું હતું.