115 વર્ષેના ચંપાબેન વસાવા મતદાન માટે આજે પણ અડીખમ
ગુલદાચામના સુકલીબેન પરિવાર પણ અચૂક મત આપે તેની 114 વર્ષે પણ રાખે છે કાળજી
ગત વિધાન અને લોકસભામાં મતદાનની ટકાવારીમાં ગુજરાતમાં નર્મદા જિલ્લો મોખરે રહ્યો હતો
શતકવીર મતદારોમાં 56 મહિલાઓ અને 49 પુરૂષો
WatchGujarat નર્મદા જિલ્લાની મતદાર યાદીમાં આશરે 105 જેટલા શતાયુ મતદારો અને તેથી વધુ વયના મતદારો નોંધાયા છે. ગુલ્દાચામના 114 વર્ષીય સુકલીબેન વસાવા પોતે મતદાન કરવાની સાથે તેમનો પરિવાર પણ અચુક મતદાન કરે તેની અંગત કાળજી રાખે છે. ગુલવાણી ગામના 103 વર્ષીય લાડકીબા તડવીએ 1951 થી આજદિન સુધી યોજાયેલી ગ્રામપંચાયતથી લઇને વિધાનસભા, લોકસભાની તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે. આયુષ્યની સદી ફટકાર્યા પછી પણ અણનમ રહેનારા વડીલ-બુઝૂર્ગ મતદારોમાં 115 વર્ષના દાદીમા ચંપાબેન પારસીંગભાઇ વસાવા મોખરે છે.
[caption id="attachment_530649" align="aligncenter" width="1024"] લાડકીબા તડવી[/caption]
ભૂતકાળની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાનની ટકાવારીમા સમગ્ર ગુજરાતમા નર્મદા જિલ્લો મોખરે રહ્યો છે. આ જિલ્લામાં શતાયુ અને તેથી વધુ વયના જાગૃત મતદારો અને દિવ્યાંગ મતદારોની મતદાન માટેની તત્પરતા અને જાગૃત્તિને લીધે નર્મદા જિલ્લાની મતદાનની ટકાવારીની વુધ્ધિમાં પણ વિશેષ યોગદાન રહ્યું છે.
[caption id="attachment_530638" align="aligncenter" width="1918"] લાડકીબા તડવી પરિવાર સાથે [/caption]
રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નર્મદા જિલ્લાની મતદાર યાદીમાં આયખાની સદીએ પહોચેલાં અને તેથી પણ વધુ વયની જિંદગીનું અણનમ બેટીંગ કરતાં આશરે 105 જેટલા વડીલ-બુઝૂર્ગ મતદારો નોંધાયા હોવાની જાણકારી જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થઇ છે.
[caption id="attachment_530647" align="aligncenter" width="2560"] ચંપાબેન [/caption]
બા-દાદા મતદારોની આ વડીલજન સુચિમાં દેદીયાપાડા તાલુકાના સોલીયા ગામના 115 વર્ષની વયના દાદીમાં ચંપાબેન પારસીંગભાઇ વસાવા મોખરે છે. બા-દાદા સમાન મતદારોની આદરભરી કાળજી લેવાનો અને જે તે વિસ્તારના BLO ના માધ્યમથી આવા મતદારોને મતદાન માટે જરૂરી સહાયરૂપ થકી તેમનું મતદાન સુવિધાપૂર્ણ બનાવી જિલ્લામાં મહત્તમ મતદાન માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એ.શાહના દિશા-નિર્દેશથી જિલ્લા ચૂંટણીતંત્રએ સંકલ્પ કર્યો છે.
[caption id="attachment_530636" align="aligncenter" width="1918"] શુકલીબેન[/caption]
જિલ્લાની મતદાર યાદીમા નોંધાયેલા આશરે 105 જેટલા આ શતાયુ મતદારોમાં રાજપીપલા શહેરમાં 8, નાંદોદમાં 14, ગરૂડેશ્વરમાં 14, તિલકવાડામાં 6, દેડિયાપાડામાં 45. અને સાગબારા તાલુકામાં 18 જેટલા મતદારોની નોંધણીનો સમાવેશ થાય છે.
[caption id="attachment_530641" align="aligncenter" width="1948"] ડુંગરિયાભાઈ [/caption]
જિંદગીનું અણનમ બેટીંગ કરતા વડીલ-બુઝુર્ગ મતદારોની વિગતો જોઇએ તો, 100 વર્ષની વયના-43, 101 વર્ષની વયના 17, 102 વર્ષની વયના 9, 103 વર્ષની વયના 5, 104 વર્ષની વયના 5, 105 વર્ષની વયના 11, 106 વર્ષની વયના 3, 107 વર્ષની વયના 3, 108 વર્ષની વયના 1, 110 વર્ષની વયના 3, 112 વર્ષની વયના 1, 113 વર્ષની વયના 1, 114 વર્ષની વયના 2 અને 115 વર્ષની વયના 1 મતદાર જિલ્લાની મતદારયાદીમાં નોંધાયેલ છે.
જિલ્લાનાં આ 105 શતાયુ મતદાર યાદીના આ શતકવીર વડીલજનોમાં 56 મહિલાઓ અને 49 પુરુષો છે જેનાથી એવો સંદેશો મળે છે કે, સમાજમાં માતૃ શક્તિની યોગ્ય કાળજી લેવામા આવે તો “મા” ની મમતા એકથી વધુ પેઢીઓ માણી શકે છે. ગરૂડેશ્વર તાલુકાના ગુલવાણી ગામના 103 વર્ષીય લાડકીબેન નાગજીભાઇ તડવી કહે છે કે, દેશની આઝાદી બાદ 1951-52 થી આજદિન સુધી યોજાયેલી ગ્રામપંચાયતથી લઇને વિધાનસભા-લોકસભાની તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કર્યું છે.
દેડીયાપાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં ગુલ્દાચામ ગામના વતની રહેતા 114 વર્ષીય સુકલીબેન નવલભાઇ વસાવા તેમનાં નબળાં સ્વાસ્થ્યને લીધે સરળતાથી બોલી શકતા નથી પરતું તેમના દિકરાની વહુ કપિલાબેન વસાવા જણાવે છે કે, તેમની સાસુમાએ દરેક ચૂંટણીઓમાં મતદાન તો કર્યું જ છે, પણ તેની સાથોસાથ અમારા સમગ્ર પરિવાર દ્વારા અચૂક મતદાન થાય તેની પણ હરહંમેશ તેમણે કાળજી રાખી છે. તેવી જ રીતે ગાજરગોટા ગામના 107 વર્ષીય વડીલ ડુંગરીયાભાઇ પાંચીયાભાઇ વસાવા કહે છે કે, મતદાનના મહાપર્વમાં તેમની મોટી ઉંમર હોવા છતાં પણ મતદાન કરવાનું તેઓ ક્યારેય ચૂક્યા નથી.