15 વર્ષ જુના તમામ સરકારી વાહનોને ફરજિયાત સ્ક્રેપ કરી દેવાશે
ખાનગી વાહન જે 15 વર્ષ જુના હશે તેનો ફિટનેસ ટેસ્ટ થશે, જો ફેઈલ ગયા તો 30 દિવસ પછી ફરી ટેસ્ટ
રી ટેસ્ટમાં પાસ થયું તો વધુ 5 વર્ષ રોડ પર વાહન હંકારી શકાશે, બાકી સ્ક્રેપ કરી દેવાશે
કેન્દ્રએ સ્ક્રેપ પોલિસી જાહેર કરી દીધી છે પણ હજી ગુજરાત રાજ્ય માટેના નોટિફિકેશનની જોવાતી રાહ
ભરૂચ જિલ્લામાં 6 લાખથી વધુ વાહનો પૈકી 24000 થી વધુ ટુ વ્હીલર અને 10000 થી વધુ કારો ભંગાર ભેગી થશે
WatchGujarat. સરકારે વાહનો માટે જાહેર કરેલી સ્ક્રેપ પોલિસી મુજબ ભરૂચ જિલ્લામાંથી 42454 વાહનો ભંગાર ભેગા થઈ જશે. 15 વર્ષ જુના વાહનોને લઈ કેન્દ્ર એ જારી કરેલી સ્ક્રેપ પોલિસીમાં હજી રાજ્યની RTO ગુજરાત સરકારના નોટિફિકેશનની રાહ જોઈ રહી છે. જોકે 15 વર્ષ જુના વાહનોનો ડેટા ભરૂચ ARTO એ તૈયાર કરી દીધો છે.
ભરૂચ જિલ્લામાં માર્ગો ઉપર દોડતા 42 હજારથી વધુ વાહનો એક ઝાટકે ગાયબ થઈ જશે. 15 વર્ષ જુના વાહનો અંગે કેન્દ્રએ જારી કરેલી સ્ક્રેપ પોલિસી હેઠળ હવે વાહન રોડ ઉપર દોડવા માટે ફિટ છે કે નહીં તેનો ટેસ્ટ આપવો પડશે.
15 વર્ષ જુના વાહનોનો RTO ફિટનેસ ટેસ્ટ લેશે. જેમાં જો વાહન અનફિટ એટલે કે ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ ગયું તો વાહન માલિકને 30 દિવસનો સમય મળશે. જે બાદ ફરી ફીટનેસ ટેસ્ટ લેવાશે. જો તેમાં પણ વાહન ફેઈલ ગયું તો સ્ક્રેપમાં મોકલી આપવામાં આવશે.
જો વાહન ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ ગયું તો તેને વધુ 5 વર્ષ રસ્તા પર ચલાવવા માટે એક્સટેનસન અપાશે. જ્યારે સરકારી 15 વર્ષના વાહનોને તો ફરજીયાત સ્ક્રેપ કરી દેવામાં આવશે.
ભરૂચ ARTO અધિકારી એમ.એસ. પંચાલે જણાવ્યું હતું કે, સ્ક્રેપ પોલિસી હેઠળ હજી રાજ્યોની પોલિસી નક્કી થઈ નથી. 3 નક્કી થયા બાદ તેના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્ક્રેપ પોલિસી હેઠળ વાહન માલિકોને અન્ય સહાય, લાભો પણ આપવામાં આવનાર છે.
ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લમાં કુલ 6 લાખથી વધુ વાહનો છે. જેમાં 42000 હજાર કરતા વધુ વાહનોને આવરી લેવામાં આવશે. કોમર્શીયલ વાહનો 15 વર્ષ કરતા વધુ જુના અને ખાનગી વાહનો 20 વર્ષ કરતા વધુ જુના હોય તેવા વાહનોને આવરી લેવામાં આવશે. જોકે ખાનગી વાહનોમાં પણ 15 વર્ષ જુના વાહને ફિટનેસ ટેસ્ટમાંથી પાસ થાય જ સ્ક્રેપ થવાથી વધુ 5 વર્ષનું જીવતદાન મળશે.
ગુજરાત રાજ્યની સ્ક્રેપ પોલિસીનું નોટિફિકેશન આવી ગયા બાદ 15 વર્ષ જુના વાહનોબે જપ્ત કરી તેનો નિકાલ કરવામાં આવશે. ભરૂચ જીલ્લામાં આ પોલીસી અંતર્ગત 42452 વાહનો આવરી લેવાયા છે. જેમાં 2111 ટ્રેક્ટર, 4431 ટ્રક, 24000 દ્વિ ચક્રી વાહનો, 10778 કાર, 134 બસ તથા 1000 રીક્ષનો સમાવેશ થાય છે. આ તમામ વાહનોને સ્ક્રેપ પોલીસી હેઠળ જપ્ત કરી તેનો કાયમી નિકાલ કરવામાં આવશે.
સ્ક્રેપ પોલિસી હેઠળ ભંગારમાં જનારા વાહનો
ટ્રેક્ટર - 2,111
ટ્રક - 4,431
દ્વિચક્રીય - 24,000
કાર - 10,778
બસ - 134
ઓટો રીક્ષા - 1,000
- 15 વર્ષ જુના તમામ સરકારી વાહનોને ફરજિયાત સ્ક્રેપ કરી દેવાશે
- ખાનગી વાહન જે 15 વર્ષ જુના હશે તેનો ફિટનેસ ટેસ્ટ થશે, જો ફેઈલ ગયા તો 30 દિવસ પછી ફરી ટેસ્ટ
- રી ટેસ્ટમાં પાસ થયું તો વધુ 5 વર્ષ રોડ પર વાહન હંકારી શકાશે, બાકી સ્ક્રેપ કરી દેવાશે
- કેન્દ્રએ સ્ક્રેપ પોલિસી જાહેર કરી દીધી છે પણ હજી ગુજરાત રાજ્ય માટેના નોટિફિકેશનની જોવાતી રાહ
- ભરૂચ જિલ્લામાં 6 લાખથી વધુ વાહનો પૈકી 24000 થી વધુ ટુ વ્હીલર અને 10000 થી વધુ કારો ભંગાર ભેગી થશે