• ભરૂચ સહિત મૂળ ભારતીયોની દુકાનોમાં આગચંપી અને લૂંટના વીડિયો વાયરલ
  • રાજા મસ્વાતી સામે સ્થાનિક પ્રજાએ બંડ પોકારી માર્ગો ઉપર ઉતરતા વર્ષોથી વેપાર-ધંધા અર્થે સ્થાયી થયેલા ભારતીયોના જીવ પડીકે બંધાયા

Watchgujarat. વેપાર-ધંધા અને રોજગાર માટે વિશ્વના ખૂણે ખૂણે ભરૂચીઓ સહિત ગુજરાતીઓ અને ભારતીયો વસેલા છે. હાલ સ્વાઝીલેન્ડમાં રાજાશાહી નાબૂદ કરી લોકતંત્ર લાવવા પ્રજાએ બળવો પોકાર્યો છે. દેશમાં પ્રજા રસ્તા ઉપર ઉતરી દેખાવો કરી રહી હોય જેનો ભોગ ભારતીયો બની રહ્યાંના વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થતા ભરૂચ વસતા સ્વજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

સાઉથ આફ્રિકાના સ્વાઝીલેન્ડ રાજા મસ્વાતી સામે ઉગ્ર પ્રદર્શન છેલ્લા કેટલાક દિવસોથી ફાટી નીકળ્યું છે. લોકો રસ્તા ઉપર ઉતરી દેખાવો કરી રહ્યા હોય આગચંપી, લૂંટફાટ સહિત હિંસક ઘટનાઓથી અફરાતફરીનો માહોલ ફેલાયો છે.

ભરૂચ સહિત મૂળ ભારતીયોની દુકાનો લૂંટાઈ રહી હોય જિલ્લા અને રાજ્યમાં વસતા સ્વજનો ચિંતિત થઈ ઉઠ્યા છે. રાજાશાહી હટાવી લોકશાહીની માંગ સાથે સ્થાનિક લોકો રોડ પર ઉતરી સરેઆમ ચલાવી રહેલી તોડફોડ, આગજની અને લૂંટફાટમાં સૌથી વધુ ગુજરાતીઓ અને ભારતીયોની દુકાનો તેમજ સંપત્તિ નિશાન બની રહી છે.

ભયના માહોલ વચ્ચે સોશિયલ મીડિયામાં આ ડામાડોળ સ્થિતિ અને સ્વાઝીલેન્ડમાં ભભૂકી ઉઠેલી અરાજકતાના વિડીયો વાયરલ થતા ભરૂચ જિલ્લામાંથી પણ સ્વાઝીલેન્ડમાં રહેલા પરિજનો માટે પરિવારો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud