- કોરોના કાળમાં મુસાફરોને આકર્ષવા IRCTC અને રેલવેનો નવો ફંડો
- ટ્રેન ઉપડવાના 4 કલાક પેહલા ચાર્ટ તૈયાર થતા અને ટ્રેન છૂટવાના 1.30 કલાક પહેલા રહી જતી ખાલી સીટ ભરવા રેલવેનો નવો અભિગમ
WatchGujarat. કોરોના કાળ થી દેશમાં રેલવે સ્પેશ્યલ ટ્રેનો દોડાવી રહી છે. જેના દરેક કોચના ભાડાં સામાન્ય કરતા વધુ છે. કોરોના કાળમાં દોડતી વિશેષ ટ્રેનો પણ મુસાફરો નહિ મળવાથી ખાલી દોડી રહી છે.
આવા સમયે મુસાફરોને આકર્ષવા તેમજ ખાલી સીટો ભરવા રેલવે તેમજ IRCTC 10 % ડિસ્કાઉન્ટની સ્કીમ લઈ ને આવી છે. સામાન્ય ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા ચાર્ટ તૈયાર થઈ જાય છે. જે બાદ ટ્રેન માં ખાલી રહેલી બર્થ પર કરંટ રિઝર્વેશન IRCTC ની વેબસાઈટ તેમજ રિઝર્વેશન કાઉન્ટર PRS પરથી ઉપલબ્ધ હોય છે.
ખાલી રહેલી ટ્રેનોની બેઠકો મહત્તમ ભરાઈ તેમજ મુસાફરોને પણ તેનો લાભ મળે તે માટે રેલવે 10 % ડિસ્કાઉન્ટની સ્કીમ લઈ આવ્યું છે. જેમાં હવે કોઈ પણ પેસેન્જર જે તે ટ્રેનનો ચાર્ટ ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા બની ગયા બાદ પણ ખાલી રહેતી જે તે શ્રેણીમાં સીટ બુક કરાવશે તો તેને 10 ટકા ભાડામાં રાહત મળશે. ચાર્ટ બન્યા બાદ ટ્રેન ઉપડવાના દોઢ કલાક પહેલાં રિઝર્વેશન કરાવવાનું રહેશે.