• જામનગર મનપાએ 5.74 કરોડ રૂપિયા ખર્ચીને આશરે 9 કરોડો રૂપિયાથી વધુની બચત કરી
  • સ્ટ્રીટ લાઈટમાં સોડીયમ લેમ્પને બદલે એલઈડી લાઈટ રાખવામાં આવી
  • સ્ટ્રીટલાઈટને માલિકી હકથી ખરીદી 8 વર્ષના ભાડાની બચત કરી

Watchgujarat. મળતી વિગતો અનુસાર થોડા વર્ષે પહેલા જામનગર મહાનગર પાલિકા દ્વારા એક નિર્ણયના કારણે પાલિકાએ આશરે 9 કરોડથી પણ વધુની બચત કરી છે. જામનગર મનપા દ્વારા થોડા વર્ષે પહેલા સ્ટ્રીટ લાઈટમાં એલઈડી લાઈટ નાખવામાં આવી હતી. જેનુ વાર્ષિક ભાડુ ના ચુકવવુ પડે તે માટે તે સ્ટ્રીટલાઈટને મનપાએ માલિકી હકથી ખરીદી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આ નિર્ણયના કારણે 8 વર્ષના ભાડાની બચત થઈ છે.

તમને જણાવી દઈએ કે જામનગર મહાનગર પાલીકા દ્વારા 2015માં વીજબચત અને લેમ્પનો કે રીપેરીંગ ખર્ચ ઓછો કરવાના હેતુથી એલઈડી સ્ટ્રીટ લાઈટ પ્રોજેકટ અમલી કરાયો. જેનુ કામ 2016માં પુર્ણ થયુ હતુ. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં સોડીયમ લેમ્પને બદલી 24000 એલઈડી લાઈટ લગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેકટને સ્કોચ ઓડર સંસ્થા દ્વારા 2016માં દેશના ટોપ 100 પ્રોજેકટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જે બાદ જામનગર મહાનગર પાલિકાને આ પ્રોજેકટ માટે એવોર્ડ અને સર્ટીફીકેટ આપીને સન્માનિત કરવામાં આવેલ.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગર શહેરની હદ વધતા વધુ સ્ટ્રીટ લાઈટોની જરૂરીયાત ઉભી થઈ હતી. જેથી શહેરમાં 24000થી એલઈડી લાઈટ 29980 સુધી પહોચી હતી. આ સાથે નગરસીમા વિસ્તારમાં પણ 8051 સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ખાનગી કંપની સાથે 10 વર્ષ સુધીના કરાર મુજબ તેને માસિક ભાડા અને વીજળી બચત પેટે અંદાજીત 25 લાખ અને મેન્ટેન્નસ ખર્ચ પેટે 15 લાખનો ખર્ચ થતો હતો.

આ કારણે જામનગર મહાનગર પાલિકા દ્વારા વહીવટી મંજુરી મેળવી ફેબ્રુઆરી 2021માં તમામ સ્ટ્રીટ લાઈટનો માલિકી હક ખાનગી કંપની પાસેથી કુલ રૂપિયા 5.74 કરોડના ખર્ચે ખરીદવામાં આવ્યો હતો. જેનાથી ભાડુ ના ચુકવીને 5 વર્ષમાં અંદાજીત રૂ. 9 કરોડથી વધુની બચત મહાનગર પાલિકા દ્વારા થઈ હોવાનુ અનુમાન છે. શહેરમાં કુલ 38031 જેટલી સ્ટ્રીટ લાઈટ પર એલઈડી લાઈટ નાખવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud