ભારતીય અંતરીક્ષ વિભાગ, DRDO અને ISROના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ CHANDRAYAN-2ની તૈયારીઓ શરૂ
જે માનવરહિત યાન અવકાશમાં મોકલવાનું છે, તેમાં જામનગરની એક કંપનીએ યોગદાન આપ્યું
અવકાશયાન બનાવવા માટે જરૂરી પાર્ટસને તૈયાર કરવાનું CNC મશીન ગુજરાતના જામનગરમાં તૈયાર થયુ છે
આ અગાઉ પણ બ્રહ્મોસ મિસાઈલ, પ્લેન, સબમરીનના પાર્ટ્સ માટે મશીનો બનાવ્યાં હતા
WatchGujarat. ઉલ્લેખનીય છે કે મિશન ચંદ્રયાન-2ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે એક મહત્વની વિગત સામે આવી છે. તમને જણાવી દઈએ કે ભારતીય અંતરીક્ષ વિભાગ, DRDO અને ISROના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ CHANDRAYAN-2ના નિર્માણમાં ગુજરાતની મહત્વની ભૂમિકા રહેવાની છે. જાણવા મળી રહ્યું છે કે CHANDRAYAN-2નું અવકાશયાન બનાવવા માટે જે પાર્ટસ તૈયાર થશે તે પાર્ટસને તૈયાર કરવાનું CNC મશીન ગુજરાતના જામનગરમાં તૈયાર કરવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરની ગીતા મશીન ટુલ્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં CNC મશીન તૈયાર કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કરીને CHANDRAYAN-2નું અવકાશયાનના પાર્ટ્સ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કારણે ગુજરાત અને ખાસ કરીને જામનગરનું નામ કાયમ માટે આ અવકાશ અભિયાન સાથે જોડાઈ જશે. આ કાર્ય થકી ગુજરાત માટે વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણનું સર્જન થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ CNC મશીનને જામનગરથી હૈદરાબાદ મોકલવામાં આવ્યુ છે.
શું છે આ CNC મશીનની ખાસિયત
- અવકાશ સંશોધન સંભાળતી દેશની સર્વોચ્ચ સંસ્થા ડીઆરડીઓ સાથેના કરાર મુજબ ખાસ હેતુ માટેનું મશીન તૈયાર કરવામાં આવ્યું
- આશરે 90 ટન વજન ધરાવતી મશીન બનાવી એપ્રિલ મહિનામાં જામનગરથી નવ ટ્રક મારફતે હૈદરાબાદ મોકલી દેવામાં આવ્યું છે
- આ મશીનમાં વાપરવામાં આવેલું 90 ટકા ધાતુ અહીથી જ તૈયાર કરાયું
- મશીન બનાવવામાં વપરાયેલું 10 ટકા જેટલું ધાતુ જર્મનીથી આયાત કરવામાં આવ્યું
- આઠ મહિનાથી 25 થી 30 લોકોએ આ મશીન બનાવવામાં સક્રિયતા દાખવી હતી
મિશન ચંદ્રયાન-2ની તૈયારીઓ શરૂ કરાઈ
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પ્રથમ મિશનમાં લેન્ડીંગ સમસ્યા થવાના કારણે મિશનમાં અડચણ આવી હતી. પરંતુ આ વખતે કચાશ ન રહી જાય તેની તકેદારી સાથે મિશન ચંદ્રયાન-2ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપ્મેન્ટ ઓર્ગેનાઈઝેશન – DRDO દ્વારા આવતા વર્ષે આ મિશન લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ભારતનું અતિ મહત્વાકાંક્ષી મિશન છે. જેની બીજા તબ્બકાની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. મહત્વનું છે કે ચંદ્રયાન-2 મિશનને લઈને દેશની અવકાશ સંશોધન સંસ્થા જ નહી પણ સમગ્ર વિશ્વ ભારત તરફ નજર કરીને બેઠો છે.
વિશ્વ સ્તરના પ્રોજેક્ટમાં છે જામનગરનું યોગદાન
તમને જણાવી દઈએ કે જામનગરની ગીતા મશીન ટુલ્સ પ્રાઈવેટ લીમીટેડ મશીન માટે વિશ્વમાં વિખ્યાત છે. આ અગાઉ ખાસ હેતુ માટે સાઉદી અરબ, કુવૈત, દુબઈ, લંકા, બાંગ્લાદેશ, ગ્રીસ સહીતના દેશો માટે આ કંપનીએ મશીન તૈયાર કરી નિકાસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશની બ્રહ્મોસ મિસાઈલ માટે, નેવીની સબમરીન માટે, બોમ્બ તૈયાર કરવા હોય કે ટેન્ક બનાવવા માટે, પ્લેનના કેટલાક પાર્ટસ માટેનું મશીન વગરે મશીનો આ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જામનગરની આ સંસ્થાએ ભુતકાળમાં અહીથી જુદી જુદી મશીનરી બનાવી સપ્લાય કરી છે. જેના કારણે તેનું નામ અનેક મોટા પ્રોજેક્ટ સાથે જોડાયેલું છે. ત્યારે મિશન ચંદ્રયાન-2 માટે મશીન બનાવી ગુજરાત અને જામનગરે પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.