જામનગર : કોઈપણ વરસાદ કે ધરતીકંપ ન આવવા છતાં જોડિયા તાલુકાનાં ભાદરા ગામ નજીક કોસ્ટલ હાઈ-વે પરનો પુલ એકાએક ધરાશાયી થયો છે. અને પુલના બે કટકા થઈ જતા કચ્છ જવાનો રસ્તો બંધ થઈ ગયો હોય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે પુલના કટકા થયા ત્યારે કોઈ વાહન ન હોવાથી મોટી જાનહાની ટળી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઉપરાંત જવાબદાર અધિકારીઓ દોડી ગયા હતા. અને હાલ પૂરતો રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા પંચાયત કાર્યપાલક ઇજનેર, મામલતદાર અને ટીડીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. અને લોકોની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાનાં પ્રયાસો શરૂ કરાયા છે. હાલ તો પુલ જૂનો હોવાથી તૂટી પડ્યાનું રટણ અધિકારીઓ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 38 મીટર લાંબો આ પુલ લગભગ 50 વર્ષ પહેલા 1970માં બનાવાયો હતો. જામનગર- કચ્છ અને મોરબીને જોડવા માટેનો આ પુલ ચાર પોલ પર બનાવાયો હતો. જે પૈકીનાં બે પોલ આજે વચ્ચેથી તૂટી ગયા છે. છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત બનેલા આ પુલનું સમારકામ કરવા અંગે અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં સમારકામ કરાયું ન હોવાને કારણે દુર્ઘટનાં બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !