JEE એડવાન્સ 2021 માં સમગ્ર ભારતમાં જનરલ કેટેગરીમાં વડોદરાના પ્રેરક કોન્ટ્રાકટરે 35મો રેંક મેળવ્યો.
વડોદરાનાં શ્રેય બંસલ તથા ઓમ સાધવાનીએ સમગ્ર ભારતમાં અનુક્રમે 174 મો તથા 225 મો રેંક મેળવ્યો.
પાછલા આઠ વર્ષમાં ચાર વખત એલનના વિદ્યાર્થીઓએ સમગ્ર ભારતમાં પહેલો રેંક મેળવ્યો છે. અને આગળ પણ મેળવતા રહેશે- તુષાર પારેખ સર (વાઇસ પ્રેસિડેન્ટ એલન)
[caption id="attachment_1413300" align="aligncenter" width="1600"] JEE Advance result, Allen Vadodara[/caption]
WatchGujarat. સમગ્ર ભારતવર્ષની પ્રખ્યાત ઈજનેરી/ તકનીકી કોલેજો IIT માં પ્રવેશ મેળવવા જરૂરી જે.ઈ.ઈ એડવાન્સ 2021 પરીક્ષાનું આજ રોજ વિજ્યાદશમીના દિવસે પરિણામ જાહેર થયું છે.
વડોદરાનાં જાણીતા શિક્ષણવિદ્દ અને એલન વડોદરાનાં હેડ તથા ગણિતનાં પ્રોફેસર જીતેશભાઈ જોશીએ પ્રેસ કોન્ફરન્સમાં ગૌરવભેર જણાવ્યાં કે એલન વડોદરાનાં ત્રણ વર્ષનાં પ્રોગ્રામનાં વિદ્યાર્થી પ્રેરક કોન્ટ્રાકટરે સમગ્ર ભારતમાં જનરલ કેટેગરીમાં 35મો રેંક મેળવ્યો અને વડોદરાનું નામ રોશન કર્યું છે. એલન વડોદરાનાં બીજા વિદ્યાર્થીઓ શ્રેય બંસલ તથા ઓમ સાધવાનીએ સમગ્ર ભારતમાં અનુક્રમે 174 મો તથા 225 મો રેંક મેળવ્યો. આ ત્રણે વિદ્યાર્થીઓ વડોદરા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પર ચયનિત થયા છે. જીતેશભાઈ જોશીએ હર્ષપૂર્વક જણાવ્યું કે એલન વડોદરાનાં કુલ 30 વિદ્યાર્થી જનરલ કેટેગરીમાં તથા 2 વિદ્યાર્થી SC કેટેગરીમાં પસંદગી પામ્યા છે.
સમગ્ર ભારતમાં જનરલ કેટેગરીમાં 35 મોં રેંક મેળવી પ્રેરક કોન્ટ્રાકટરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે, મે જ્યારે ધો.8 માં હતો. ત્યારથી મારૂ સપનું હતું કે મે IIT બોમ્બે માથી CS(Computer Science) નો અભિયાસ કરૂ, હવે એ મારૂ સપનું સાકાર થશે. મે મારા સર જીતેશભાઈ જોશી પર ખુબ વિશ્વાસ કરતો હતો. અને તેમની બધી સુચનાઓનું પાલન કરતો હતો. પ્રેરક કોન્ટ્રાકટરે ઉમેર્યું હતું કે, કોરોના કાળ દરમિયાન ઓનલાઇન ક્લાસના કારણે ઘરેથી જ અભિયાસ કરવાનો રહેતો જેથી મારો ક્લાસ સુધી આવવા જવાનો ખાસો સમય બચી જતો હતો. આ સમયમાં મે વધુ મારી સ્ટડી પર ધ્યાન આપી શક્તો હતો.
સમગ્ર ભારતમાં 174 મો રેંક મેળવી શ્રેય બંસલે જણાવ્યું હતુ કે, મારા પરિવારમાં મોટા ભાગના બધા એન્જીનીયર્સ છે. મે પહેલાથી જ નક્કી કર્યું હતુ કે મારે CS(Computer Science) કરવુ છે. હવે એ મારૂ સપનું સાકાર થશે. મે મારા સર જીતેશભાઈ જોશીનો ખુબ આભારી છું. તેઓએ મને ખુબ સારૂ શિક્ષણ આપ્યું છે.
ગણિતના પ્રાધ્યાપક અને શિક્ષણ ક્ષેત્રે છેલ્લા બે દાયકાથી કાર્યરત એવા જીતેશભાઈ જોશીએ સમગ્ર વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતાને શુભેચ્છાઓ પાઠવીને આગળનાં ભવિષ્ય માટે કેરીઅર કાઉન્સેલિંગ સેશન પણ આયોજિત ક્યું છે.
જે.ઈ.ઈ એડવાન્સ 2021 માં એલનનાં 4 વર્ષનાં વિદ્યાર્થી મૃદુલ અગ્રવાલે જયપુરથી સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળ્યું તેમ એલનનાં ડાયરેક્ટર બ્રિજેશ મહેશ્વરીએ અખબારી યાદીમાં જણાવ્યું.
જે.ઈ.ઈ એડવાન્સ દ્વારા ભારતની પ્રખ્યાત IIT,IISER,IIST જેવી સંસ્થાઓનાં બી.ટેક, એમ.ટેક (ડયુઅલ તથા ઈનટીગ્રેટેડ) તથા અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવાય છે.
JEE Advance result 2021 Allen, Vadodara