• જૂનાગઢ પંથકના સંદીપ ભાખરે તેના મિત્ર હિરેન અને અરવિંદ વઘાસિયા સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી
  • ફરિયાદ પ્રમાણે સંદીપે 2019ના વર્ષમાં રાજકોટમાં રહેતી એક યુવતી સાથે લવમેરેજ કર્યાં  પરંતુ થોડા સમયમાં બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા
  • સંદીપના જ બે મિત્રોની અવરજવર વધી જતાં પત્ની અને બે મિત્રોની હરકત જાણવા ઘરમાં ગુપ્ત રીતે સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા
  • એક દિવસમાં હોટલમાં તપાસતા પત્ની અને મિત્રે કઢંગી હાલતમાં મળી આવ્યા અને સમગ્ર ઘટનાનો ભાંડો ફુટ્યો

Watchgujarat. દોસ્ત-દોસ્ત ના રહા, પ્યાર-પ્યાર ના રહા આ ગીતને સાર્થક કરતી એક ઘટના સામે આવી છે. પત્ની અને મિત્રોનાં દગાનો ભોગ બનેલા યુવકે પોલીસની મદદ માંગતા સમગ્ર મામલા પરથી પડદો ઊંચકાયો છે. જેમાં પત્ની ઉપર શંકા જતા લવમેરેજ કરનાર યુવકે પોતાના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. જેમાં તેના ગયા બાદ પોતાના બે મિત્રો ઘરે આવતા હોવાનું સામે આવ્યું હતું. એટલુ જ નહીં પોતે ઓફિસે જવા નીકળ્યા બાદ વોચ રાખતા પત્ની પણ બહાર નીકળી હતી. અને તેનો પીછો કરતા કુવાડવા રોડ પરની એક હોટલમાંથી મિત્ર સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી. ભોગ બનનારે મિત્રોને સમજાવવાનો પ્રયાસ કરતા તેઓ પણ ધમકી આપવા લાગ્યા હતા. જેને લઈને મામલો પોલીસ પાસે પહોંચ્યો છે.

જાણવા મળતી વિગત પ્રમાણે જૂનાગઢ પંથકના સંદીપ ભાખરે તેના મિત્ર હિરેન અને અરવિંદ વઘાસિયા સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. સંદીપ સીસીટીવી તેમજ કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરે છે અને રાજકોટ ખાતે જ 150 ફૂટ રિંગરોડ ખાતે આવેલી એક સોસાયટીમાં રહે છે. ફરિયાદ પ્રમાણે સંદીપે 2019ના વર્ષમાં રાજકોટમાં રહેતી એક યુવતી સાથે લવમેરેજ  કર્યાં હતા. લગ્ન બાદ થોડા સમય બધુ બરાબર ચાલ્યું હતું પરંતુ થોડા સમયમાં બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા.

ફરિયાદ પ્રમાણે પત્ની આખો દિવસ મોબાઇલ ફોનમાં જ લાગેલી રહેતી હતી. બીજીતરફ લગ્ન બાદ સંદીપના જ બે મિત્રોની અવરજવર વધી જતાં સંદીપને કંઈક શંકા પડી હતી. પત્ની અને બે મિત્રોની હરકત જાણવા સંદીપે તેના ઘરમાં ગુપ્ત રીતે સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા. સીસીટીવી ફૂટેજની તપાસ કરતા સંદીપના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સંદીપે જોયું હતું કે તેના બહાર ગયા બાદ તેના જ બે મિત્રો ઘરે આવતા હતા. એક ફૂટેજમાં અરવિંદ તેની પત્ની સાથે બીભત્સ વર્તન કરતો નજરે પડ્યો હતો.

સામાન્ય રીતે ટિફિટ બાબતે બંનેને અવારનવાર ઝઘડા થતા હતા. પણ ગત માર્ચ મહિનાની 24મી તારીખે તેની પત્નીએ કારણ વગર જ તેમને સમયસર ટિફિન બનાવી આપતા જ સંદીપને શંકા પડી હતી. જેથી તે પોતાના નિત્યક્રમ મુજબ સવારે ઓફિસ જવા માટે નીકળી ગયો હતો. જોકે, ઘરથી થોડે આગળ જઈને તે ઊભો રહી ગયો હતો. સંદીપે જોયું કે તેના ગયા બાદ તેની પત્ની પણ સ્કૂટર લઈને ઘર બહાર નીકળી હતી અને કુવાડવા રોડ ખાતે આવેલી એક હોટલમાં પહોંચી ગઈ હતી. ત્યાં તપાસતા તેનો મિત્ર હિરેન હાજર હતો અને તે તેની પત્ની સાથે કઢંગી હાલતમાં જોવા મળ્યો હતો.

આ ઘટનાને પગલે સંદીપ તેની પત્નીને તેના પિયર મૂકી આવ્યો હતો. અને આ મામલે સંદીપે બંને મિત્રોને ઠપકો આપ્યો હતો. જો કે લાજવાને બદલે ગાજતા હોય તેમ આ બંનેએ ઉલ્ટું સંદીપને ધમકી આપી હતી. જેને લઈ સંદીપ દ્વારા આ મામલે બી ડિવિઝન મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જો કે આ ઘટનાને લઈને સંદીપનું જીવન નર્ક બની ગયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud