• આરોગ્ય વિભાગ દ્વારા બુથ પર રહેલી આરોગ્યની ટીમને માસ્ક પ્રોવાઇડ કરવામાં આવ્યા નથી
  • ચૂંટણીના કલાકો પહેલા જ પૂર્વ પ્રમુખ યોગેશ સાવલિયાનું ભાજપમાંથી રાજીનામુ
  • ભાજપે સાઈડલાઈન કરી દીધાનો આક્ષેપ

WatchGujarat કેશોદ નગરપાલિકાની ચૂંટણીના મતદાનમાં કોવિડની ગાઈડલાઈનના લીરેલીરા થયા છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા બુથ પર રહેલી આરોગ્યની ટીમને માસ્ક ન પ્રોવાઈડ કરી ગંભીર બેદરકારી દાખવી છે. તેમજ ખુદ પ્રિસેઇડિંગ ઑફિસર અને કર્મચારી માસ્ક વગર જોવા મળ્યા છે. આ ઉપરાંત કેશોદ નગરપાલિકા નાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા એ ભાજપ માં થી રાજીનામું આપી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.

જૂનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકની ચૂંટણીના મતદાનમાં ગંભીર બેદરકારીઓ સામે આવી છે. જેમાં મતદાન મથક પર કોવિડની ગાઈડલાઈનના લીરેલીરા થયા છે. મતદાન મથકો પર લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સસીંગનો પણ અભાવ જોવા મળ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા બુથ પર રહેલી આરોગ્યની ટીમને માસ્ક ન પ્રોવાઈડ કરી ગંભીર બેદરકારી દાખવી છે. મતદાન મથક ઉપર ખુદ પ્રિસેઇડિંગ ઑફિસર અને કર્મચારી માસ્ક વગર જોવા મળ્યા છે. બુથ માં સવારથી લાઈટની વ્યવસ્થા નથી. સમગ્ર બેદરકારી અંગે જોનેલ ઑફિસરને જાણ કરાતા બુથ પર દોડી આવ્યા હતા.

બીજી તરફ કેશોદ શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સભા કરીને ગયાં અને મતદાન ને ગણતરીના કલાકો બાકી છે ત્યારે કેશોદ નગરપાલિકા નાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા એ ભાજપ માં થી રાજીનામું આપી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કેશોદના પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા વર્ષ ૧૯૯૨ થી ભાજપા માં જોડાયેલા હતાં અને કેશોદ નગરપાલિકામાં બે ટર્મથી નગરપાલિકાનાં સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા બાદ છેલ્લાં અઢી વર્ષ સુધી કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ તરીકે શહેરમાં વિકાસકાર્યો પુર્ણ કર્યા હતા.

કેશોદ નગરપાલિકા નાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા એ જણાવ્યું હતું કે, છેલ્લાં અઢી માસથી શહેર ભાજપના સંગઠન દ્વારા શહેરના પ્રથમ નાગરિક હોવાં ઉપરાંત કેશોદ વેપારી મહામંડળ નાં પ્રમુખ હોવાં છતાં માન સન્માન આપવાને બદલે સાઈડલાઈન કરવામાં આવતાં સંગઠન નાં માનસિક ત્રાસ વધી જતાં પોતાનાં આત્મસન્માન જાળવવા રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud