• દુકાનનો સંચાલક કોઇ પણ જાતના પુરાવા વગર ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોવાની બાતમીના આધારે એસઓજીએ કામગીરી આરંભી
  • ચોરીના મોબાઇલનો ઉપયોગ કરવાનો સુનિયોજીત રીતે કૌભાંડ ચાલતું હતું

#Junagadh - ચોરીના મોબાઇલ ખરીદી સ્પેરપાર્ટસ વેચવાનું કૌભાંડ, SOG એ 504 મોબાઇલ ઝડપ્યા

WatchGujarat. જુનાગઢના સ્પેશિયલ ઓપરેશન ગૃપ(SOG)ને ચોરીના મોબાઇલ ખરીદીને તેના સ્પેરપાર્ટસ વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપી પાસેથી 504 મોબાઇલ ફોન તથા લેપટોપ સહિતનો સામાન કબ્જે કર્યો છે. મોટી સંખ્યામાં મોબાઇલ પકડી પાડવાને કારણે SOG ને મોટી સફળતા મળી છે. #Junagadh

જુનાગઢના એમ.જી. રોડ પર આવેલા ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં રાજ મોબાઇલ નામની દુકાન આવેલી છે. દુકાનનો સંચાલક કોઇ પણ જાતના પુરાવા વગર ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોવાની બાતમી જુનાગઢ SOGને મળી હતી. SOG ની ટીમે દુકાન પર દરોડો પાડતા 506 મોબાઇલ મળી આવ્યા હતા. SOGએ દુકાનના સંચાલક કાજીમ મહંમદભાઇ રાજસુમરા ગામેતી (રહે- જમાલવાડી, જુનાગઢ)ની ઘરપકડ કરી હતી. SOG એ રૂ. 29.96 લાખના મોબાઇલ જપ્તા કર્યા હતા.

#Junagadh - ચોરીના મોબાઇલ ખરીદી સ્પેરપાર્ટસ વેચવાનું કૌભાંડ, SOG એ 504 મોબાઇલ ઝડપ્યા

મોબાઇલ રાજકોટ અને જુનાગઢ આસપાસના વિસ્તારોમાંથી ચોરી કર્યા

SOGની તપાસ દરમિયાન વાત બહાર આવી હતી કે, મોબાઇલ શોપના સંચાલક દ્વારા ગોંડલના અજય દેવીપુજક, સની તથા ધુનાબેન પાસેથી ખરીદ્યા હતા. મોબાઇલ ફોન ખરીદવાનું છેલ્લા એક વર્ષમાં કર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્રણેય દ્વારા રાજકોટ અને જુનાગઢના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઇલ ફોન ચોરી કરવામાં આવ્યા હતા. #Junagadh

ચોરીના મોબાઇલના સ્પેર પાર્ટસનો ઘંઘો કરાતો

ચોરીના મોબાઇલ રાજુ મોબાઇલના સંચાલક દ્વારા ખરીદવામાં આવતા હતા. અને ત્યાર બાદ તેને લેપટોપના માધ્યમથી અનલોક કરીને તેના સ્પેરપાર્ટસને અલગ કરી દેવામાં આવતા હતા. ચોરીના મોબાઇલના સ્પેર પાર્ટસને અન્ય મોબાઇલમાં નાંખવામાં આવતા હતા. જો કે SOG એ બાતમીના આધારે દરોડો પાડતા મોબાઇલ શોપમાંથી 504 મોબાઇલ અને લેપટોપ પકડી પાડ્યા હતા.

335 અનલોક મોબાઇની સગડ મેળવવાના પ્રસાયો તેજ કરાયા

SOG દ્વારા પકડી પાડવામાં આવેલા 504 મોબાઇલમાંથી માત્ર 169 મોબાઇલ જ અનલોક થયેલા મળી આવ્યા હતા. લક્ઝુરીયસ બ્રાન્ડ આઇફોનથી લઇને રેડમી સુધીની મોબાઇલ બ્રાન્ડના મોડલ મળી આવ્યા હતા. જો કે બાકીના 335 મોબાઇલ લોક હાલતમાં મળ્યા હતા. જે અંગે SOG દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

More #Junagadh #police #recover #stolen #mobile #busted #scam #Gujaratinews #Watchgujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud