સ્વિટી પટેલ (sweety patel) રહસ્યમય રીત ગુમ થતાં કંઇઇ અજુગતુ જણાતા ઓસ્ટ્રેલીયામાં રહેતા પુત્રએ ફેસબુક પર Justice for my mom પેજ બનાવ્યું
સ્વિટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યારા અજય દેસાઇ (Ajay Desai) અને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી
અજય દેસાઇએ 2થી 3 લોકોની હાજરીમાં સ્વિટી સાથે મંદિરમાં ફેરા ફરી લગ્ન કર્યા પણ રજીસ્ટર ના કર્યું
અજય દેસાઇને સખ્તમાં સખ્ત સજા મળે તે માટે સોશિયલ મિડીયા પર #justiceformymom #justiceforsweety #justiceforansh હેશટેગ શરૂ
[caption id="attachment_1326003" align="aligncenter" width="1280"] દહેજના અટાલી ગામે કિરીટસિંહની બંધ પડેલી હોટલના પાછળના ભાગે સ્વિટીની લાશને અજયએ સળગાવી હતી.[/caption]
ચિંતન શ્રીપાલી, WatchGujarat. રાજ્ય ભરમાં ચકચાર મચાવનાર સ્વિટી પટેલ હત્યા કેસમાં ઝડપાયેલા અજય દેસાઇને સખ્તમાં સખ્ત સજા થાય તે માટે ઓસ્ટ્રેલીયા ખાતે રહેતા પુત્ર દ્વારા સોશિયલ મીડિયા પર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્વિટી પટેલ હત્યા કેસમાં હાલ તત્કાલીન પી.આઇ અજય દેસાઇ અને તેના સાગરીત કોંગી અગ્રણી કિરીટસિંહ જાડેજા પોલીસ રિમાન્ડ પર છે. જોકે આગામી 6 ઓગષ્ટના રોજ બન્નેના 11 દિવસના રિમાન્ડ પૂર્ણ થાય છે. ત્યારે હવે જોવાનુ રહ્યું કે પોલીસ અજય દેસાઇના વધુ રિમાન્ડ મેળવે છે કે પછી કોર્ટ બન્નેને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલે છે.
સ્વિટી પટેલના પુત્ર રિધમ દ્વારા આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ કર્યું છે. જેમાં સ્વિટી પટેલ ગુમ થયા વાત વહેતી થઇ ત્યારથી જ રિધમએ ફેસબુક પર #Justiceformymom નામનુ પેજ બનાવ્યું હતુ. જે પેજ પર રિધમ સ્વિટી પટેલને લાગતી તમામ વિગતો ફોટા સાથે પોસ્ટ કરતો હતો. જોકે એક તબક્કે સ્વિટી પટેલ કેસની તપાસ કરી રહેલી વડોદરા ગ્રામ્ય પોલીસને હાથ કંઇ ન લાગતા આખરે આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ હતી. તેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર 72 કલાકમાં સ્વિટી પટેલ કેસ ઉકેલી કાઢી અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. જોકે અજય દેસાઇને સ્વિટી પટેલની હત્યા કરવા બદલ સખ્તમાં સખ્ત સજા થાય તે અંગે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
[caption id="attachment_1325996" align="aligncenter" width="1599"] Facebook page Justice for my mom[/caption]
#justiceformymom ફેસબુક પેજ પર કરાયેલી પોસ્ટ શબ્દ સહ
Statement from my parents:
-----------------------------------------------------------------
આ ઘટના બની ત્યાં સુધી મારા બાળકો (રિધમ અને પ્રનિલ) માટે અજય uncle એમના હીરો હતા. સ્વીટી એ કે એના ભાઈ એ પણ કોઈ દિવસ એના વિષે કોઈ જાત ની ફરિયાદ નથી કરી. પણ હકીકત કંઈક અલગ નીકળી. અજય દેસાઈ જે દેખાતો હતો એ હતો નહિ.
જે છોકરી સાથે એ ૫-૬ વર્ષ થી સાથે રહે છે, એની સાથે ૨-૩ લોકો ની હાજરી માં મંદિર માં લગ્ન કરે છે પણ કોર્ટ માં રજિસ્ટર નથી કરતો. મતલબ કે એનો ઈરાદો પહેલા થી સ્વીટી ને અપનાવવાનો કે સામાજિક દરજ્જો આપવાનો હતો જ નહિ.
૨ વર્ષ ના નાના માસૂમ બાળક ની બાજુ માં સૂતી માં ને મૌત આપ્યું. જો એ આવેશ માં આવી ને કર્યું હોય, કે ગુસ્સા માં થઇ ગયું હોય તો પોતાની ભૂલ પર પશ્ચાતાપ કરે, પોલીસ માં સામે થી હાજર થઇ ને કબૂલાત કરે. પકડાઈ ગયા વગર 'લાશ' નો 'નિકાલ' કેવી રીતે કરવામાં આવે એનું આયોજન છેલ્લા ૨-૩ મહિના થી ના કરે. આવી માનસિકતા ધરાવતા અને બહાર થી આસપાસ ના લોકો ને સારા દેખાતા આવા લોકો સમાજ માટે ક્રિમિનલ્સ કરતા પણ વધારે જોખમી અને ખતરનાક છે.
અમે અમારા બાળકો ને એમની માં ની મૌત ની વિગતો જાણી ને રડતાં જોયા છે. ત્રણેય બાળકો ના એક એક આંસુ નો હિસાબ અજય એ આપવો પડશે. અજય ને એના ગુન્હા ની સજા મળે એવી અમારી દરખ્વાસ્ત.
#justiceformymom #justiceforsweety #justiceforansh