•  વિવાદીત નિવેદનોને લઇ બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત (Kangana Ranaut) અનેક વખત વિવાદોમાં રહીં છે.
  •  પોતાનાજ દેશની આઝાદીને લઈ કંગનાએ કરી હતી વિવાદાસ્પદ ટીપણી
  •  દેશની સ્વતંત્રતા અંગેના વિવાદીત નિવેદન બાદ સમગ્ર દેશમાં કંગનાની ખુબ નિંદા થઇ રહીં છે
  •  મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કંગનાને આપવામાં આવેલ પદ્મશ્રી પુરસ્કાર પરત લઈ કેસ દાખલ કરવા કરી માંગ
  •  વડોદરાના (Vadodara) વકિલે વડોદરા શહેર કમિશનને કંગનાના નિવેદને લઈ ગુનો નોંધવા કરી અરજી

WatchGujarat  બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતે (Kangana Ranaut) એમ કહીને વિવાદ ઉભો કરી દિધો છે કે ભારતને (India) અસલી આઝાદી (Freedom) વર્ષ 2014 માં મળી હતી, અને બીજી તરફ વર્ષ 1947માં દેશને જે સ્વતંત્રતા મળી હતી તે ભીખમાં મળી હતી. પહેલા પણ કંગના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહીં ચૂંકી છે. ત્યારે હવે ફરી એક વાર તેના નવા વિવાદસ્પદ નિવેદનના કારણે તે વિવાદમાં સપડાઈ છે.

ભારતની સ્વતંત્રતાના નિવેદને લઈ સમગ્ર દેશમાં ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતની ખુબ નિંદા થઈ રહી છે. તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે એક્ટ્રેસને તાજેતરમાં મળેલા પદ્મશ્રી પુરસ્કાર પરત લઈ તેની વિરૂદ્ધ કેસ દાખલ કરવાની માંગ કરી છે. તો હવે વડોદરાના (Vadodara) એક કંગના રણૌત સામે ગુનો દાખલ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા શહેર પોલીસ કમિશ્નર શમશેરસિંગને અરજી કરી છે.

વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં રહેતા વકિલ જુનેદ સૈયેદે વડોદરા શહેર પોલીસ કમિશનરને એક્ટ્રેસ કંગના વિરૂદ્ધ તેના નિવેદનને લઈ અરજી કરી જણાવ્યુ છે કે, ગત તા. 10 નવેમ્બરના રોજ કંગનાએ એક મિડીયા ચેનલ સાથે વાત કરતા ભારતની આઝાદીને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. કંગનાએ ભારત દેશ વિરૂદ્ધ ખુબજ ગંભીર પ્રકારનો લાચ્છન લગ્ડ્યો છે અને દેશના શહીદો તેમજ શુરવિરો જેવા કે માહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, અશ્પાકઉલ્લાખાં જેવા વિધ્વાન અને દેશની આઝાદી માટે શહીદ થનાર લોકોનું અપમાન કર્યુ છે.

આ પ્રકાના નિવેદનને લઈ દેશના નાગરીકોની લાગણી દુભાઈ છે, કંગનાએ દેશની આઝાદી અપાવનાર લોકો તેમજ દેશના ઈતિહાસ ઉપર પણ આંગળી ઉઠાવી છે. આવા નિવેદનો સામે કર્યવાહી નહી કરવામાં આવે તો ભવિષ્યમાં પણ અન્ય લોકો આ પ્રકારના નિવેદન આપશે જે દેશના વિરોધમાં ગણાશે. જેથી કંગના સામે ફરિયાદ નોંધવી ખુબ જરૂરી છે. અને તેના વિરૂદ્ધ ગુનો નોંધી કડકમાં કડક પગલા લેવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે, કંગના અગાઉ પણ તેના વિવાદાસ્પદ નિવેદનોના લીધે ચર્ચામાં રહીં ચૂંકી છે. તો બીજી બાજુ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે પણ કંગનાના આ નિવેદનના કારણ તેને તાજેતરમાં મળેલ પદ્મશ્રી પુરસ્કાર પરત લઈ તેની વિરૂદ્ધ કેસ દાખલ કરવાની માંગ કરી છે.

શું કહ્યું હતું બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતએ

કંગના રાષ્ટ્રીય મીડિયા નેટવર્કની વાર્ષિક સમિટમાં ગેસ્ટ સ્પીકર હતી. આ દરમિયાન તેણે સાવરકર, લક્ષ્મીબાઈ અને નેતાજી બોઝને ભારતની આઝાદીની લડત વિશે યાદ કર્યાં. તે લોકો જાણતા હતા કે લોહી વહેશે, પરંતુ એ હિન્દુસ્તાની લોહી ન હોવું જોઈએ, તેઓ એ જાણતા હતા. અલબત્ત, તેમને અવોર્ડ પણ આપવો જોઈએ. એ સ્વતંત્રતા નહોતી, એ ભીખ હતી. આપણને 2014માં વાસ્તવિક સ્વતંત્રતા મળી હતી

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud