દેશની પહેલી ઇ-સિટીમાં તમામ વાહનોની સ્પીડ નિયત કરાઇ
સ્પીડ લિમિટ કરતા વધુ ઝડપે વાહન હાંકરતા ઝડપાયા તો થશે દંડનીય કાર્યવાહી
SOUADTGA હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં તમામ વાહનોની સ્પીડ લિમિટ પ્રતિ કલાક 40 KM રાખવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ફરમાવાયેલો હુકમ
WatchGujarat. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને SOUADTGA હેઠળ આવતા તમામ વિસ્તારમાં હવે બેફામ વાહન હંકાર્યું તો પોલીસ ફરિયાદ સાથે થશે દંડનીય કાર્યવાહી. દેશની પ્રથમ ઇ-સિટી કેવડિયા SOU માં વિશ્વકક્ષાના પ્રવાસન ધામ ખાતે વાહનોની સ્પીડ લિમિટ પ્રતિ કલાક 40 KM નિયત કરતું જાહેરનામું જારી કરવામાં આવ્યું છે.
વિશ્વ પ્રવાસન ધામ તરીકે ઉભરી રહેલા દેશની પ્રથમ ઇલેક્ટ્રિક વાહન સિટી કેવડિયા SOU અને તેમાં સમાવિષ્ટ વિસ્તારમાં રજાઓ, તહેવારો તેમજ શનિ અને રવિવારે હજારો પ્રવાસીઓ ઉમટી પડે છે. હજારો વાહનો સાથે પ્રવાસીઓ ઊમટતા હોય સલામતી અને અકસ્માતોનું જોખમ ટાળવા સમગ્ર SOU વિસ્તારમાં તમામ વાહનોની ઝડપ પ્રતિ કલાકે 40 કિલોમીટરની રાખવાનો હુકમ ફરમવાયો છે.
નર્મદા જિલ્લામાં SOUADTGA હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં વાહનોની સ્પીડમાં લિમિટ રાખવાની આવશ્યકતાને લક્ષમાં લઇને નર્મદા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમની મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા ધ્વારા SOUADTGA હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં તમામ વાહનોની સ્પીડ લિમિટ પ્રતિ કલાક 40 KM રાખવાનો હુકમ ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.
- દેશની પહેલી ઇ-સિટીમાં તમામ વાહનોની સ્પીડ નિયત કરાઇ
- સ્પીડ લિમિટ કરતા વધુ ઝડપે વાહન હાંકરતા ઝડપાયા તો થશે દંડનીય કાર્યવાહી
- SOUADTGA હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં તમામ વાહનોની સ્પીડ લિમિટ પ્રતિ કલાક 40 KM રાખવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ફરમાવાયેલો હુકમ