લોકગાયિકા ગીતા રબારીએ શનિવારે ટ્વિટર મારફત પોતાના ઘરે કોરોના સામે રક્ષણ આપતી વેકસીન લીધાની પોસ્ટ મૂકી
મોટી ભૂલ કર્યાનું ભાન થતાં તરત જ તેમણે આ પોસ્ટ ડિલિટ કરી નાખી
પોસ્ટ અને તેમના પતિએ વોટ્સએપ સ્ટેટસમાં મૂકેલા ફોટા- સ્ક્રીન શોટમાં લેવાઈ જતા વાયરલ થયા
સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકને જવાબદાર સામે કાર્યવાહી કરવા આદેશ
Watchgujarat. ભુજ પંથકની સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારી અવારનવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે હવે ગીતા રબારીએ આરોગ્ય કર્મચારીને ઘરે બોલાવી વેકસીન લેતા લોકોમાં અનેક સવાલો ઉઠયા છે. ખુદ ગીતા રબારીએ જ વેકસીન લીધાનાં આ ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યા હતા. જો કે આ પોસ્ટ મુકતાની સાથે જ સવાલો થવા લાગતા તેણે પોસ્ટ ડીલીટ કરી નાખી હતી. પરંતુ પોસ્ટના સ્ક્રિનશોટ વાયરલ થતા આરોગ્ય વિભાગ સામે સવાલો ઉઠી રહ્યા છે. જેને પગલે વેકસીન દેવા પહોંચેલા મહિલા આરોગ્ય કર્મચારીને નોટિસ ફટકારવામાં આવી છે.
જાણવા મળતી વિગત અનુસાર લોકગાયિકા ગીતા રબારીએ શનિવારે ટ્વિટર મારફત પોતાના ઘરે કોરોના સામે રક્ષણ આપતી વેકસીન લીધાની પોસ્ટ મૂકી હતી, જેથી લોકોએ સવાલો કર્યા હતા કે રજિસ્ટ્રેશન કરાવ્યું? કયો સ્લોટ મળ્યો હતો? સવાલોના જવાબો આપવામાં અસમર્થ અને મોટી ભૂલ કર્યાનું ભાન થતાં તરત જ તેમણે આ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી. પરંતુ તેમની પોસ્ટ અને તેમના પતિએ વોટ્સએપ સ્ટેટસમાં મૂકેલા ફોટા- સ્ક્રીન શોટમાં લેવાઈ જતા વાયરલ થયા હતા. જેને લઈને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાઈ ગયાં હતાં. અને તેઓએ સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકને જવાબદાર સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. આ કાર્યવાહી અંતર્ગત હવે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને રવિવારે બપોર 12 વાગ્યા સુધી ખુલાસો કરવા અંગે નોટિસ ફટકારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના સામે રક્ષણ આપતી વેકસીન લેવા 18થી 44 વર્ષનાં લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પરેશાન થઈ રહ્યા છે. લોગ ઈન થાય એ પહેલાં લોગ આઉટ કરી દેવાય છે. પસંદગીના અને નજીકના સ્થળે કેન્દ્ર ન મળવાથી બે-બે કલાકની મુસાફરી કરી લોકોને વેકસીન લેવા જવું પડી રહ્યું છે. બીજીતરફ આ સેલિબ્રિટીઓને વગર રજિસ્ટ્રેશને તેમના ઘરે જઈ રસી આપવાની સુવિધા કરી અપાયાનો આ કિસ્સો સામે આવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.