• કચ્છના પૂર્વ પોલીસની હદમાં આવેલા ગળપાધર ઑવરબ્રીજ પાસે એક પોલીસ પર હુમલાનો પ્રયાસ
  • ફરજ પરના પોલીસ કર્મી પર એક શખ્સ છરો લઇને મારવા દોડે છે
  • પોલીસ કર્મીએ ડર્યા વગર બહાદુરીથી આ શખ્સને સામનો કર્યો

Watchgujarat. ગળપાધર ઓવરબ્રીજ નજીક પોલીસ પર છરા વડે હુમલાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક છરો લઈને ટ્રાફિક પોલીસના કૉન્સ્ટેબલ પર ધસી આવે છે. આ શખ્સે છરાના ઘા ઝીંકવાનો પ્રયાસ કર્યો હતો અને ઉપરાછાપરી ઘા મારવા દોડ્યો હતો. જોકે, પોલીસ કૉન્સ્ટેબલે ડર્યા વગર આ શખ્સનો સામનો કરે છે. આ દ્રશ્યોને નજીકથી જોઈ રહેલા એક રાહદારીએ પોતાના મોબાઇલમાં કેદ કરી હતી.

જાણવા મળી રહેલી વિગતો મુજબ,  કચ્છના પૂર્વ પોલીસની હદમાં આવેલા ગળપાધર ઑવરબ્રીજ પાસે એક પોલીસ પર હુમલાનો પ્રયાસ થયો હતો. પોલીસ કૉન્સ્ટેબલ પોતાની ફરજ પર હતા. એ વખતે તેમના પર એક શખ્સ તીક્ષણ હથિયાર જે છરા જેવું જણાય છે તે લઈને એક શખ્સ ઘસી પર આવ્યો હતો. સદનસીબે પોલીસ કૉન્સ્ટેબલને આ હુમલામાં ઈજા થઈ નહોતી પરંતું તેમણે ડર્યા વગર બહાદુરીથી આ શખ્સને સામનો કર્યો હતો.

જોકે, આ શખ્સ કોણ છે તેણે શા માટે આ જવાન પર હુમલાનો પ્રયાસ કર્યો તે તમામ બાબતો સામે આવી નથી. પરંતુ આ ઘટનાનો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. કચ્છના સોશિયલ મીડિયામાં અને વોટ્સએપ ગ્રુપમાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. લોકો જ્યારે સંયમ ગુમાવે છે ત્યારે કાયદો હાથમાં લેતા હોય છે. પરંતુ આ પ્રકારે હથિયારો સાથે ધસી આવવાની ઘટના જવલ્લે જ બનતી હોય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud