• મુંદ્રામાં મારૂતિ નગરમાં ધોળાદિવસે એક યુવતિની જાહેરમાં હત્યા કરી
  • આસપાસના લોકો એકત્ર થતા યુવકે હથિયાર હાથમાં લઇ દેહની આસપાસ આંટા ફેરા મારતો જોવા મળ્યો 
  • વિડીયો સમગ્ર પંથકમાં સોશિયલ મિડીયામાં વાઇરલ થયો
  • પોલીસને મામલાની જાણ થતા યુવકની અટરાયત કરી હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો
  • હત્યા કરનાર યુવક પર લોકો ચોફેરથી ફીટાકર વરસાવી રહ્યા છે

WatchGujart. કચ્છ જિલ્લામાં માનવતાને હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. મુંદ્રામાં આજે એક હત્યાનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવકે છરા જેવા તીક્ષ્ણ હથિયારથી યુવતિની સરાજાહેરમાં હત્યા કરી નાખે છે. ઘટનાનો લાઇવ વીડિયો કચ્છ વિસ્તારના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે. અને સમગ્ર મામલાની તલસ્પર્શી તપાસ શરૂ કરી દીધી છે.

બનાવની અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, કચ્છના મુંદ્રામાં મારૂતિ નગરમાં ધોળાદિવસે એક યુવતિની જાહેરમાં હત્યા કરી અને હાથમાં છરો લઈને યુવક આસપાસ ફરી રહ્યો હતો. આ નરાધમ શા માટે યુવતિનો હત્યારો બન્યો તેની વિગતો પ્રાપ્ત થઇ શકી નથી. પરંતુ તે સંબંધ સંબંધ એવું કંઇક બોલી રહ્યો હોવાનું વિડીયોમાં સાંભળી શકાતું હતું. વાત આડોસ પાડોસના લોકોના ધ્યાને આવતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં હતી.

પોલીસે આ ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીની અટક કરી હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા હતા. જો કે, રૂવાંડા ઊભા કરી નાખતી આ ઘટનાનો વીડિયો સમગ્ર કચ્છમાં લોકોને હચમચાવી રહ્યો છે. પારિવારિક ઝઘડો હતો અથવા તો પ્રેમ પ્રકરણ આ બંનેમાંથી કોઈ એક ઘટનામાં એક યુવક હત્યારો બન્યો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જો કે, આ મામલે હજુ સુધી સત્તાવાર વિગતો સામે આવી નથી.

વિડીયોમાં જોઇ શકાય છે કે, હત્યા કરીને આ યુવક જાહેર પ્લોટમાં યુવતિના મૃતદેહની આસપાસ ફરી રહ્યો હતો અને બુમો પાડતો હતો કે ‘નજીક આવતા નહીં, મારી નાખી છે’. આ ઘટનાના સમાજ જીવન પર ઉંડા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. લોકો ચોફેરથી આ નરાધમ યુવક પર ફીટાકર વરસાવી રહ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud