• કંપનીના C-2 પ્લાન્ટમાં પ્રેસર વધતાં સલ્ફ્યૂરિક એસિડનો ધડાકા સાથે ટેન્કમાંથી ફુવારો ઉડયો
  • 2 ગંભીર ઈજાગ્રસ્તોને ભરૂચ બાદ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
  • સેફટી એન્ડ હેલ્થ અને દહેજ પોલીસે તપાસ આરંભી
Dahej SRF Company incident
Dahej SRF Company incident

WatchGujarat. દહેજ ગ્રીન ફીલ્ડ કેમિકલ્સ કોમ્પ્લેક્સમાં આવેલી SRF કંપનીના C-2 પ્લાન્ટમાં સલ્ફયુરિક એસિડની ટેન્કમાં પ્રેશર વધી જતાં બ્લાસ્ટ થતા એસિડનાં ઉડેલા ફુવારાથી ગંભીર રીતે દાઝેલા 3 કર્મચારીઓ પૈકી 1 નું મોત થયું છે. જ્યારે 2 કામદારોને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી SRF ઈન્ડસ્ટ્રીઝમાં સોમવારે રાતે કંપનીના સી-2 પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેસર વધી જતાં સલ્ફ્યૂરિક એસિડ ટેન્કમાંથી વછૂટયુ હતું.

દહેજની SRF કંપનીના સી-2 પ્લાન્ટમાં સોમવારે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે વેળાં સલ્ફ્યુરિક એસિડના ટેન્કમાં પ્રેસર વધી જતાં બ્લાસ્ટ સાથે સલ્ફ્યૂરિક એસિડ ફૂવારા સાથે લીક થયું હતું.

ફરજ પર પ્લાન્ટમાં કામ કરી રહેલા ઝુબેર રાણા, રાજેન્દ્ર પરમાર તેમજ બબન પ્રસાદ ગુપ્તા એસિડથી ગંભીર રીતે દાઝી ગયા હતા. મોઢા, ગળા, છાતીના ભાગે એસિડથી દાઝી ગયેલા ત્રણેય કામદારોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જ્યાં ઝુબેર રાણાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે બબન ગુપ્તા અને રાજેન્દ્ર પરમારની હાલત વધુ ગંભીર થતા બન્નેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

ઘટના અંગે દહેજ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સેફટી એન્ડ હેલ્થ વિભાગ સાથે પોલીસે પણ તપાસ આરંભી છે.

ઉલ્લેખનીય છે કે, SRF મલ્ટીનેશનલ કંપની છે. જે ફ્લોરોકાર્બન રેફ્રિજરેટન્ટ ગેસનું ઉત્પાદન કરે છે. દહેજ પ્લાન્ટમાં વાર્ષિક 50,000 મિલિયન ટન ફ્લોરોકાર્બન રેફ્રિજરન્ટ ગેસનું ઉત્પાદન કરાઈ છે. જેની ક્ષમતા વધુ 15000 MTPA કરવા 28 જુલાઈ એ જ ₹550 કરોડના વિસ્તરણની જાહેરાત કરાઈ હતી. જે 2024 સુધીમાં કરવામાં આવનાર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud