WatchGujarat. ગુજરાતમાં કચ્છની સરહદ પાકિસ્તાન સાથે લાગે છે. અને તેની સુરક્ષાની જવાબદારી બીએસએફ પાસે છે. પરંતુ ભુજમાં બીએસએફમાં ફરજ બજાવતો એક કોન્સ્ટેબલ જ પાકિસ્તાનને ખૂફિયા માહિતી આપી રહ્યો હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમે ભુજમાં સફળ ઓપરેશન પાર પાડ્યું છે. અને આ બીએસએફ જવાનની ધરપકડ કરી છે. હવે આ જવાનની પૂછપરછ બાદ વધુ વિગતો સામે આવશે.
ભારત અને પાકિસ્તાનના સંબંધો હંમેશા તણાવપૂર્ણ રહે છે. ત્યારે સરહદી રાજ્યોમાં દેશની રક્ષા કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) નું મહત્વ ખુબ વધી જાય છે. દરમિયાન કચ્છની સંવેદનશીલ સરહદ પર બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો એક જવાન જ ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપી રહ્યો હતો. જેને ATS દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જવાનનું નામ મોહમ્મદ સજાદ છે. તે મૂળ કાશ્મીરના રાજૌરીનો રહેવાસી છે. અને પાકિસ્તાનને ફોન પર ગુપ્ત માહિતી આપતો હોવાનું સામે આવ્યું છે. આ ખુબ જ ખતરાની વાત છે.
કચ્છની સરહદે પાકિસ્તાન આવેલું છે. તેની સુરક્ષાની જવાબદારી સતત બીએસએફના હાથમાં હોય છે. ત્યારે જો પાકિસ્તાનને કોઈ ગુપ્ત માહિતી મળે તો દેશ માટે ખતરો ઉભો થઈ શકે છે. ગુજરાત એટીએસે આ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. કોન્સ્ટેબલ મોહમ્મદ સજાદ સહીત તેના મિત્રો અને પરિવારના ખાતામાં પૈસા પણ જમા થતા હોવાનું પણ પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે.