• ગેંગસ્ટર મુકેશ હરજાણીનો એક સમયનો ખુબ જ નિકટનો કહેવાતો લાલુ સિંઘી
  • અન્ય રાજ્યમાં દારૂ લાવી મધ્ય ગુજરાતમાં નેટવર્ક ઉભુ કરવામાં લાલુની મુખ્ય ભૂમિકા
  • મુકેશ હરજાણીની હત્યામાં પણ લાલુ સિંધીની સંડોવાણી સામે આવી હતી.
  • મુકેશ હરજાણીની હત્યા બાદ લાલુ સિંધીએ મધ્ય ગુજરાતમાં દારૂના ધંધા પર પકડ જમાવી લીધી
  • છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી લાલુ અન્ડરગ્રાઉન્ડ રહીં દારૂનો વેપલો ચલાવતો
  • લાલુ સામે વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, ભરૂચ, આણંદમાં પણ પ્રોહિબીશનના અસંખ્યા ગુનાઓ નોંધાયેલા છે

Watchgujarat. વડોદરાની અંધારી આલમમાં એક સમય પોતાની ધાક જમાવી બેઠેલો મુકેશ હરજાણી ગુજરાતનો લીકર કીંગ બનવાની ઇચ્છા ધરવાતો હતો. પરંતુ કેટલાક કારણોસર તે શક્ય બન્યું નહીં, મુકેશના અંગત મનાતા લાલુ, અલ્પુ અને વિજ્જુ સિંધી સહિત અન્ય સાગરીતોએ મધ્ય ગુજરાતમાં દારૂના ધંધામાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. દરમિયાન ઓકટોબર 2016માં મુકેશ હરજાણીની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. મુકેશની હત્યામાં કુલ 11 લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં લાલુ સિંધીની પણ સંડોવણી બહાર આવી હતી. જોકે સમય સાથે સંજોગો પણ બદલાયા અને તમામ આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ છુટી ગયા હતા. અને લાલુ સીંધી બની ગયો મધ્ય ગુજરાતનો લીકર કીંગ.

રાજ્યમાં દારૂબંધી છે અને સરકાર દ્વારા દારૂબંધીનુ ચુસ્ત પાલન થયા તે માટે તાજેતરમાંજ સજાની જોગવાઇમાં ફેરફાર કરી સખ્ત કાયદો બનાવવામાં આવ્યો છે. પરંતુ તેનો અમલ માત્ર કાગળો પર જ થતો દેખાઇ રહ્યો છે. જેની પાછળનુ મુળ કારમ લાલુ સીંધી જેવા મોટા બુટલેગરો છે. જે સરકારના કાયદાને ધોળીને પી ગયા છે. ગુજરાતમાં દારૂબંધી છતાં લાલુ સીંધી લાંબા સમયથી અન્ડરગ્રાઉન્ડ રહીં તેના સાગરીતો મારફતે મધ્ય ગુજરાતમાં દારૂ ખુટવા દેતો નથી.

વડોદરા શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર કે પછી આણંદ, ભરૂચ જેવા શહેરો હોય પોલીસ દારૂનો મોટો જથ્થો પકડે એટલે લાલુ સીંધીનુ નામ ક્યાંક ને ક્યાંક ખુલે જ તે વાત નક્કી છે. તેવી જ રીતે તાજેતરમાંજ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે રેઇડ પાડી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં પણ લાલુ સીંધીની સંડોવણી બહાર આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

વર્ષ 2020ના માર્ચ મહિનામાં લાલુ સીંધીએ દારૂની હેરાફેરી માટે ટ્રેન્ટ બદલી ટ્રક, ટેમ્પો જેવા વાહનો છોડી લકઝૂરીયસ કારમાં દારૂની હેરાફેરી કરવાનુ શરૂ કર્યું હતુ. તે સમયે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મકરપુરા જીઆઇડીસી ખાતેથી લાલુ સીંધીનો વિપુલ માત્રમાં ઉતરેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આજ સમયે ભરૂચ એલસીબીએ ગોલ્ડન બ્રીજે પરથી પસાર થતી ચાર લકઝૂરીયસ કારમાંથી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 67 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

આવા પ્રોહિબીશનના અનેક ગુનોમાં લાલુ સીંધીની સંડોવણી બહાર આવતા તેની સામે સંખ્યાબંધ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. અંદાજીત દોઢ વર્ષ કરતા વધુ સમયથી મધ્ય ગુજરાતમાં ગેરકાયદે દારૂનુ સામ્રાજ્ય ચલાવતો હતો. તેવામાં વડોદરા જિલ્લા એલ.સી.બીએ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી લીકર કીંગ લાલુ સીંધીને દબોચી લીધો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud