રવિવારે ધોળા દિવસે ખાટકીવાસ વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટમાં સશસ્ત્ર અથડામણ થઈ હતી
બંદુકમાંથી ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું : બંને પક્ષના એક-એક મળી કુલ બે યુવકોનાં મોત નિપજ્યા
જ્યારે ચાર કરતા વધુ લોકોને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા
WatchGujarat Morbi શહેરમાં રવિવારે ધોળા દિવસે ખાટકીવાસ વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટમાં સશસ્ત્ર અથડામણ થઈ હતી. અને બંદુકમાંથી ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બંને પક્ષના એક-એક મળી કુલ બે યુવકોનાં મોત નિપજ્યા છે. જ્યારે ચાર કરતા વધુ લોકોને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તો પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, મોરબીનાં ખાટકીવાસ વિસ્તારમાં બારસાખ રાજપૂત શેરીમાં રફીક અનેં મમુ દાઢીના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ઘાતક હથિયારોની સાથે બંને પક્ષે સામ સામે ફાયરિંગ પણ કર્યા હતા. આ ઘટનામાં 32 વર્ષીય આદિલ રફીકભાઇ માંડલીયાનું મોત નિપજ્યું હતું. અને રફીકભાઈને ઇજા પહોંચી છે.#Morbi
બીજીતરફ સામાપક્ષે 35 વર્ષીય ઇમરાન નામના યુવકનું મોત થયું છે. અને મમુ દાઢી સહિતનાં ચાર લોકોને પણ જીવલેણ ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે અને સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે મોરબીમાં દિનદાહડે મારામારી અને ફાયરિંગ જેવી ઘટના બનતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉઠ્યા છે.
More #on minor #Point #two groups #clashed #2 dead #Morbi #Watchgujarat