• લંડનથી ઉપડેલી છેલ્લી ફ્લાઈટમાં આવેલા તમામ 246 પેસેન્જરોને ટેસ્ટ માટે એરપોર્ટ ટર્મિનલમાં જ રોકી દેવામાં આવ્યા
  • ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ પેસેન્જરોને ઘરે જવા દેવામાં આવશે
  • યાત્રી ચેપગ્રસ્ત જણાશે તેને ક્વૉરન્ટીનમાં મોકલાશે અને નેગેટિવ આવનારે એક અઠવાડિયા માટે હોમ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે
  • UKથી આવનારી તમામ ફ્લાઈટોને 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરી દીધી

#Ahmedabad - લંડનથી ફ્લાઇટમાં અમદાવાદ આવેલા 246 મુસાફરોના એરપોર્ટ પર RTPCR ટેસ્ટ કરાયા

WatchGujarat દેશ અને દુનિયામાં કોરોના વાયરસે દહેશત ફેલાવ્યા બાદ હવે બ્રિટન સહિત યુરોપિયન દેશોમાં કોરોના વાઇરસનો સ્ટ્રેન બદલાતાંએ વધુ ઘાતક બન્યો છે. ઘાતક બનેલ કોરોના વાયરેસના કેસોમાં બ્રિટન સહિત યુરોપિયન દેશોમાં મોટા પાયે વધારો જોવા મળ્યો છે. જેને પગલે ભારતથી લંડન આવતી ફ્લાઇટો બંધ કરી દેવામાં આવી છે. લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171 આજે સવારે 10.40 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી. ત્યારે 246 જેટલા પેસેન્જર આવતાં ઈન્ટરનેશનલ ટર્મિનલમાં તમામનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર RTPCR ટેસ્ટ માટે કોર્પોરેશનની બે ટીમ અને DDOની ટીમ PPE કિટ સાથે એરપોર્ટ પર પહોંચી હાજર રહી હતી. સરકારના આદેશ મુજબ, લંડનથી ઉપડેલી છેલ્લી ફ્લાઈટમાં આવેલા તમામ 246 પેસેન્જરોને એરપોર્ટ ટર્મિનલમાં જ રોકી દેવામાં આવ્યા હતા. જ્યાં તેમનો ટેસ્ટ કરવામાં આવશે અને ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ પેસેન્જરોને ઘરે જવા દેવામાં આવશે. લંડનથી આવનારા તમામ પેસેન્જરોને લેવા માટે તેમના સંબંધીઓ વહેલી સવારથી એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

UK સહિત યુરોપના દેશોમાં કોરોના વાઈરસનો એક નવો પ્રકાર મળી આવ્યો છે. કોરોનાનો આ નવો પ્રકાર 70 ટકા વધુ ચેપ ફેલાવનારો મનાઈ રહ્યો છે. ત્યારે આ ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા UK થી આવનારી અને જનારી તમામ ફ્લાઈટોને 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જ્યારે ફ્લાઈટથી 22 ડિસેમ્બરની રાતે ઈંગ્લેન્ડથી આવનારા તમામ યાત્રીઓના એરપોર્ટ પર જ RTPCR ટેસ્ટ થશે. જે યાત્રી ચેપગ્રસ્ત જણાશે તેને ક્વૉરન્ટીનમાં મોકલાશે અને નેગેટિવ આવનારે એક અઠવાડિયા માટે હોમ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે.

સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયની ઈમર્જન્સી બેઠકમાં આ માહિતી અપાઈ હતી. UK ઉપરાંત કોરોના વાઈરસના આ નવા પ્રકારનો ચેપ નેધરલેન્ડ, ડેન્માર્ક, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ જોવા મળી આવ્યો છે. નેધરલેન્ડ અને બેલ્જિયમે પણ UKથી આવનારી ફ્લાઈટો પર પ્રતિબંધ લગાવી દીધો છે. અનેક અન્ય દેશો પણ UK ની ફ્લાઇટો પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. યુરોપના અનેક દેશોએ UK સાથેની સરહદો પણ સીલ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, બ્રિટનમાં મળેલા કોરોના વાઈરસના નવા પ્રકારથી ગભરાવાની જરૂર નથી. સરકાર એને લઈને અલર્ટ છે.

More #London to ahmedabad #Flight #passengers #tested #RTPCR #airport #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud