• કંપનીએ સ્ટોક ગણતાં 76 લેપટોપ ઓછાં મળ્યા
  • આઈ કાર્ડ વગર કોઈને ઓફિસમાં અવરજવર ન હતી
  • મેનેજરે કંપનીના જ કોઈ કર્મચારીએ લેપટોપની ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી
  • પોલીસે CCTV ફૂટેજ તથા અન્ય બાબતોની તપાસ શરૂ કરી

WatchGujarat  SG હાઈવે સ્થિત વોડાફોન હાઉસમાં એક સાથે 76 લેપટોપની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જો કે ચોંકવનારી વાત એ છે કે, CCTV અને સિક્યોરિટી હોવા છતાં વોડાફોન હાઉસમાંથી એક બે નહીં પણ 76 લેપટોપની ચોરી થી છે. આ ઘટના અંગે સરખેજ પોલીસે 19 લાખની કિંમતના 76 લેપટોપની ચોરી કંપનીમાં કામ કરતા લોકોએ જ કરી હોય તેવી ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વોડાફોન હાઉસમાં કંપનીએ કામ કરતા કર્મચારીઓ માટે લેપટોપ ખરીદ્યાં હતાં. કંપનીમાં કામ કરતા કર્મચારી પોતાને ફાળવેલા લેપટોપ પર જ કામ કરવાનું હોય છે. હાલ કંપનીનમાં 70 થી 75 માણસો કામ કરી રહ્યા છે. કંપની દ્વારા માર્ચ 2020થી ઓકટોબર 2020 સુધીમાં કુલ 1074 લેપટોપ કર્મચારીઓ માટે નવાં ખરીદવામાં આવ્યાં હતાં. વર્ષના અંતે કંપનીમાં લેપટોપના સ્ટોકની ગણતરી થઈ હતી. જેમાં 76 લેપટોપ ઓછાં જોવા મળ્યા હતાં.

ત્યારે કંપનીના મેનેજમેન્ટને એવી શંકા ગઈ કે કોઈ કર્મચારીએ જ અહીં લેપટોપની ચોરી કરી છે. કંપની તરફથી તમામ કર્મચારીની પૂછપરછ કરવામાં આવી, પરંતુ કોઈ જાણકારી મળી નહિ જેથી આખરે કંપનીના મેનેજર પ્રશાંત કિશનલાલ દિગવાલ( રહે,વેજલપુર)એ જણાવ્યું હતું કે, વોડાફોન હાઉસમાં કામ કરતા કર્મચારીઓને પોતાના ઓળખ વગર પ્રવેશ આપવામાં આવતો નથી. આ દરમિયાન લેપટોપ ચોરાયાં, તેથી કોઈ જાણીતી વ્યક્તિએ જ ચોર્યાં હોવાનું માનવામાં આવે છે.

બીજી તરફ, CCTV કેમેરા અને અન્ય બાબતોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે મેનેજર પ્રશાંત દિગવાલે કંપનીમાં કામ કરતા લોકોએ જ ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud