એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે પ્રક્રિયા થઈ ન હતી
10 હજારથી વધુ વિદ્યાર્થીએ એસાઈમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું
વિદ્યાર્થીઓએ 17મી જાન્યુઆરી સુધી એસાઈમેન્ટ અપલોડ કરવાના રહેશે
BA-B.COM સેમ.-2 માં 30 મી સુધી, MA -M.COM સેમ.4 માં 17 મી સુધી સબમિશન કરી શકાશે
WatchGujarat વિશ્વમાં કોરોના મહામારીના દહેશતના પગલે ઉદ્યોગોની સાથે સૌથી મોટી અસર અભ્યાસ પર પડી છે. તે અંતર્ગત ભારતમાં ગત માર્ચ મહિનાથી શાળા કોલેજો બંધ થઇ હતી. તેના પગલે ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.ત્યારે હવે 9 મહિના બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા UG-PGના બીજા અને ચોથા સેમેસ્ટરના એક્સટર્નલના વિદ્યાર્થીઓની એસાઈમેન્ટ આધારીત મૂલ્યાંકન પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જે મુજબ વિદ્યાર્થીઓ ૧૭મી સુધી એસાઈમેન્ટ અપલોડ કરી શકશે. UG-PGના 10 હજારથી વધુ એક્સટર્નલ વિદ્યાર્થીઓનું એસાઈમેન્ટ દ્વારા મૂલ્યાંકન થશે.
વૈશ્વિક મહામારી કોરોનાને લીધે UGCની ગાઈડલાઈન મુજબ UG-PGમાં સમર સેમેસ્ટરની પરીક્ષા અંતર્ગત સેમેસ્ટર 2,4 અને 6 માંથી માત્ર છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની જ ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા લઈને પરિણામ આપવાના હતા. જ્યારે સેમેસ્ટર 2 અને 4ના વિદ્યાર્થીઓનું ઈન્ટરનલ માર્કસ અને અગાઉના સેમેસ્ટરના પરિણામના આધારે મેરિટ બેઝ પ્રમોશન આપી રિઝલ્ટ જાહેર કરવાનું હતું.
ગુજરાત યુનિ.દ્વારા મેરિટ બેઝ પ્રમોશન આપી પરિણામો તો આપી દેવાયા છે. પરંતુ માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે જ પ્રક્રિયા થઈ છે. એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે પ્રક્રિયા થઈ ન હતી. ગુજરાત યુનિ.માં BA,B.COM,MA-M.COMમાં એક્સટર્લના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે. જેમાં પરીક્ષા માટે 13 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા અને ત્યારબાદ પરીક્ષાઓ મોકુફ થઈ હતી. એક્સટર્લના વિદ્યાર્થીઓની સીધી યુનિ.ની પરીક્ષા થતી હોય છે તેઓના ઈન્ટનલ માર્કસ હોતા નથી. જેથી મેરિટ બેઝ પ્રમોશન ન થઈ શકે તેમ હોઈ પરીક્ષા લેવી પડે અથવા અન્ય વિકલ્પથી મૂલ્યાંકન કરવુ પડે.
આ અંગે ગુજરાત યુનિ.ની સીન્ડીકેટ બેઠક યોજાઈ હતી. જેમાં એકસ્ટર્નલના વિદ્યાર્થીઓનું એસાઈમેન્ટ સબમિશનથી મૂલ્યાંકન કરવાનું નક્કી કરવામા આવ્યુ હતુ. જેના પગલે યુનિ.એ એસાઈમેન્ટ સબમિશન માટે વિદ્યાર્થીઓનુ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ અને જેમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. યુનિ.દ્વારા સબમિશન પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જે મુજબ બીએ-બીકોમ સેમેસ્ટર -૨ના વિદ્યાર્થીઓએ યુનિ.ની વેબસાઈટ લિંક પર 30મી ડિસેમ્બર સુધી અપલોડ કરવાના રહેશે.
જ્યારે BA-B.COM સેમેસ્ટર-4 અને M.A-M.COM સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓએ 7 જાન્યુઆરીથી 17મી જાન્યુઆરી સુધી એસાઈમેન્ટ અપલોડ કરવાના રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષા વિભાગ દ્વારા દરેક વિષયના પેપરમાં 15 ગુણના બે પ્રશ્નો આપવામા આવશે. જેના જવાબ હાથથી લખી વિદ્યાર્થીઓએ પીડીએફ ફાઈલમાં મોકલી આપવાના રહેશે. જેના આધારે પરિણામ આપવામા આવશે.
More #External #Students #UG-PG #Assessed-by-assignment #Gujarat University #Ahmedabad #WatchGujarat