• નવો સ્ટ્રેન છે કે નહીં તેનો 7 દિવસમાં રિપોર્ટ આવશે
  • લંડનથી ઉપડેલી છેલ્લી ફ્લાઈટમાં આવેલા 249 મુસાફરો સહીત 22 ક્રૂ મેમ્બર મળી કુલ 271 લોકોના RTPCR ટેસ્ટ કરાયા હતા
  • બ્રિટિશ નાગરિક સહિત 4 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા
  • કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલા 4ને હાલના પ્રોટોકોલ મુજબ આઈસોલેશનમાં મુકાયા છે.

#Ahmedabad - લંડનથી આવેલા ચાર કોરોના પોઝિટિવ દર્દીમાં નવો સ્ટ્રેન છે કે નહીં તે જાણવા બ્લડ ટેસ્ટ સહિતના રિપોર્ટને તપાસ માટે પૂના મોકલાયા

WatchGujarat દેશ અને દુનિયામાં કોરોના વાયરસે દહેશત ફેલાવ્યા બાદ હવે બ્રિટન સહિત યુરોપિયન દેશોમાં કોરોના વાઇરસનો સ્ટ્રેન બદલાતાંએ વધુ ઘાતક બન્યો છે. ઘાતક બનેલ કોરોના વાયરેસના કેસોમાં બ્રિટન સહિત યુરોપિયન દેશોમાં મોટા પાયે વધારો જોવા મળ્યો છે. જેને પગલે મંગળવારે ભારતથી લંડન આવતી ફ્લાઇટો બંધ કરી દેવામાં આવી છે. ત્યારે લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171 મંગળવારે સવારે 10.40 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી. ત્યારે ક્રૂ મેમ્બર સહિત 271 જેટલા પેસેન્જર આવતાં ઈન્ટરનેશનલ ટર્મિનલમાં તમામનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એક બ્રીટીશ નાગરીક સહીત ચાર લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં હતા.

લંડનથી અમદાવાદ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં 22 ક્રૂ મેમ્બર અને 249 જેટલા પેસેન્જરનો ઈન્ટરનેશનલ ટર્મિનલમાં તમામનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 1 બ્રિટિશ નાગરિક અને 3 ગુજરાતી સહિત 4 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.પોઝિટિવ આવેલા તમામ વ્યક્તિને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ તમામ પોઝિટિવ દર્દીઓમાં વાઇરસનો નવો સ્ટ્રેન છે કે નહીં તે જાણવા માટે આજરોજ તેમના બ્લડ ટેસ્ટ અને અન્ય રિપોર્ટ કરવામાં આવ્યા છે. જેને પૂના ખાતે વાઇરોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો સાત દિવસમાં રિપોર્ટ આવશે. ત્યારબાદ વાઇરસ અંગે સાચી માહિતી જાણી શકાશે.

UKથી આવનારી તમામ ફ્લાઈટોને 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરી દીધી

UK સહિત યુરોપના દેશોમાં કોરોના વાઈરસનો એક નવો પ્રકાર મળી આવ્યો છે. કોરોનાનો આ નવો પ્રકાર 70 ટકા વધુ ચેપ ફેલાવનારો મનાઈ રહ્યો છે. ત્યારે આ ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા UK થી આવનારી અને જનારી તમામ ફ્લાઈટોને 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જ્યારે ફ્લાઈટથી 22 ડિસેમ્બરની રાતે ઈંગ્લેન્ડથી આવનારા તમામ યાત્રીઓના એરપોર્ટ પર જ RTPCR ટેસ્ટ થશે. જે યાત્રી ચેપગ્રસ્ત જણાશે તેને ક્વૉરન્ટીનમાં મોકલાશે અને નેગેટિવ આવનારે એક અઠવાડિયા માટે હોમ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે.

More #પોઝિટિવ #patients #london flight #blood semple #sent to Puna #New Strain #Gujaratinews #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud