- આકસ્મિક આગમાં તમામ ઘરવખરી બળી ને ખાખ
- ગ્રામજનોએ જાતે જ આગ ઓલાવવા પાણીનો છટકાવ કર્યો
WatchGujarat ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે આકસ્મિક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. શ્રમજીવી પરિવારોના 3 કાચા મકાનમાં આગથી તમામ ઘરવખરી બળી ને ખાખ થઈ જતા 17 લોકો બેઘર બન્યા હતા. #Bharuch
ટંકારીયા ગામે અગમ્ય કારણોસર આગ લાગતા આજુબાજુના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ગ્રામજનોના ટોળે ટોળા ભેગા થઈ જવા સાથે આગ બિઝવવા પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની સદનસીબે નોંધાઇ ન હતી.
મજૂરીકામ કરવા ગયેલા મજૂરોના મકાનમાં આગ લાગતાં ત્રણ જેટલા મકાન આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. પોતાના ઘર આગમાં બળી રહ્યા હોવાની જાણ મજૂરી કામે ગયેલા મજૂરોને થતા તેઓ દોડી આવ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવી શક્યું ન હતું. ગ્રામજનોએ દોડી આવી ઘટનામાં પાણી છાંટી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે પહેલાં તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ જતા મજૂર પરિવારોને રોવાનો વારો આવ્યો હતો. બનાવ સંદર્ભે ગ્રામ પંચાયતે પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.