7 મિનિટમાં 22000 લિટર ટેન્કર ભરી દેતા આ કૌભાંડમાં ONGC ના અંદરના કર્મીઓની સંડોવણી નકારી શકાય નહીં
હાઇપ્રેશર લાઈનમાં વાલ્વ ફીટ કરી ક્રુડ ઓઇલ ચોરીના કાવતરાના પર્દાફાશમાં એકની ધરપકડ, 2 વોન્ટેડ
WatchGujarat ભરૂચના વાગરામાં ONGCની અવાવરું જગ્યાએ આવેલી હાઈ પ્રેશર પાઇપલાઇનમાં પંક્ચર કરી વાલ્વ બેસાડી 7 મિનિટમાં જ 22000 લીટર ક્રૂડ ઓઇલ ટેન્કરમાં ભરી કાળા સોનાની ચોરીના કાવતરાનો ભરૂચ SOGએ પર્દાફાશ કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે.
ભરૂચ જિલ્લામાં ONGC ની પાઈપલાઈનમાં પંક્ચર કરી ક્રૂડ ઓઇલ ચોરીના કૌભાંડ ભૂતકાળમાં અનેક વખત ઝડપાયા છે. તાજેતરમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લામાં ક્રૂડ ઓઈલ ચોરી અંગે તપાસ કરવા સૂચનાઓ આપી હતી. ભરૂચ SOG એ ATS ચાર્ટર મુજબની કામગીરી તથા ક્રુડ ઓઇલ પાઇપલાઇન માંથી થતી ચોરી ઝડપી પાડવા પોલીસ ઇન્સપેકટર સહિતના અન્ય પોલીસ જવાનોએ મુલેર તથા ગંધાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં રાષ્ટ્રીય સંપત્તિ ની ચોરી અંગે તપાસ આરંભી હતી.
દરમિયાન પોલીસને સચોટ માહિતી મળી હતી કે, ઇકબાલ નિઝામ પઠાણ તથા ઇતીયાઝ એહમદ દેડકો પટેલ બન્ને રહે . આછોદ , તા . આમોદ , જી . ભરૂચ અને વિજય ઉર્ફે મુન્નો ગણપતભાઇ ગોહીલ રહે . ભાયલી , વડોદરાનાઓએ મુલેર થી ચાચવેલ જવાના રોડની બાજુમાં આવેલ સરકારી પડતર જમીનમાંથી પસાર થતી ONGC ની ક્રુડ ઓઇલની પાઇપ લાઇન ઉપર ખાડો ખોદી પંચર કરી તેના ઉપર વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરી રહ્યા છે.
જે જગ્યાને શોધવા એસ.ઓ.જી. ટીમના જવાનોએ પેટ્રોલીંગ કરી તપાસ કરતાં ચાચવેલ ગામની સીમમાંથી ONGC ની ક્રૂડ ઓઇલની પાઇપ લાઇન પસાર થતી હોય જે પંચરવાળી વાલ્વ બેસાડેલ જગ્યા શોધી કાઢી આ વાલ્વ બેસાડનાર ગેંગના આરોપીઓ વિરૂધ્ધમાં સરકાર તરફે એસ.ઓ.જી. તરફથી વાગરા પો.સ્ટે.મા ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
હાઈ પ્રેસરની લાઈનમાં જોખમી રીતે પંક્ચર અને વાલ્વ બેસાડવાના કાવતરામાં ONGC ના અંદરના કર્મીની ભૂમિકા પણ નકારી શકાય નહીં
ભુગર્ભ માંથી પસાર થતી ફુડ ઓઇલની લાઇનની માહીતી મેળવી રેકી કરી ફુડ ઓઇલની પાઇપ લાઇનમાં પંચર કરી વાલ્વ બેસાડી ક્રુડ ઓઇલની ચોરી કરવાની મોડ્સ ઓપરેનડીમાં હાઈ પ્રેશરની લાઇનને પંક્ચર કરી વાલ્વ બેસાડવાના આ કાવતરામાં ONGC ના અંદરના કર્મીની ભૂમિકા પણ નકારી શકાતી નથી. જે અંગે પણ પોલીસ ONGC પાસેથી ડેટા મેળવી તપાસ કરશે.
એક આરોપીની ધરપકડ, 2 વોન્ટેડ
ઇતીયાઝ એહમદ દેડકો પટેલ રહે . આછોદને પકડી પાડી કોવિડ ટેસ્ટ કરાવી ગુનાના કામે અટક કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે ઇકબાલ નિઝામ પઠાણ અને વિજય ઉર્ફે મુન્નો ગણપતભાઇ ગોહીલ રહે . ભાયલી ને વોન્ટેડ જાહેર કરાયા છે. વિજય ઉર્ફે મુન્નો ગણપતભાઇ ગોહીલ રહે . ભાયલી 2017 માં આણંદ રૂરલમાં ONGC ની પાઇપલાઇન માંથી ઓઇલની ચોરીના ગુનામાં પકડાયેલ છે. ઇસ્તીયાઝ એહમદ દેડકો સને 2015 માં વાગરામાં ONGC ની ડ્રીલીંગ કરી ઓઇલ ચોરીમાં ઝડપાયો હતો.
More #Wagra #ONGC #Crude Oil#Theft #Bharuch News