• રસી આપવા માટે સરકારના 15 હજાર જેટલા હેલ્થવર્કર્સને ટ્રેનિંગ આપવામાં આવી
  • 15 હજાર હેલ્થવર્કર્સ 60 હજાર સહકર્મચારીઓની સાથે મળીને રાજ્યમાં એક જ દિવસમાં 15 લાખથી વધુ લોકોને રસી આપી શકશે

Gandhinagar - ટ્રેઇની હેલ્થવર્કર્સ રાજ્યમાં એક સપ્તાહમાં 90 લાખથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપી શકશે

WatchGujarat  ચીનમાંથી વિશ્વમાં પ્રસરેલા કોરોના વાયરસના પ્રકોપ બાદ વિશ્વની મહાસત્તાના દેશોએ કોરોનાની વેક્સીન બનાવી તેનો ઇમરજન્સી ઉપયોગ પણ શરૂ કરી દીધો છે. ત્યારે ભારતના અન્ય રાજ્યની સાથે ગુજરાતમાં પણ વેક્સિનની ટ્રાયલ હાલમાં અમદાવાદની સોલા સિવિલમાં ચાલી રહી છે, ત્યારે રસી આપવા માટે સરકારના 15 હજાર જેટલા હેલ્થવર્કર્સને ટ્રેનિંગ આપવામાં આવી છે. આ હેલ્થવર્કર્સ 60 હજાર સહકર્મચારીઓની સાથે મળીને રાજ્યમાં એક જ દિવસમાં 15 લાખથી વધુ લોકોને રસી આપી શકશે. #Gandhinagar

રાજ્યમાં કોરોના વાઈરસ સામે વેક્સનેશન માટે રસી આપનારથી લઈ અલગ અલગ તાપમાનના પ્રોટોકોલ ધરાવતી વેક્સિનનાં સંગ્રહ, પરિવહન અને કેરિયર મારફત માનવશરીરમાં ઈન્જેક્શન વતી એને દાખલ કરવા સુધીની કોલ્ડચેઈન તૈયાર કરી દેવાઈ છે. બીજી તરફ 50થી વધુ અને 50 થી ઓછી ઉંમરની વ્યક્તિની પણ યાદી તૈયાર કરી દેવામાં આવી છે. હવે વેક્સિન આવ્યા બાદ આ હેલ્થવર્કર્સ દ્વારા સમગ્ર રાજ્યમાં એક સપ્તાહમાં 90 લાખથી વધુ નાગરિકોને એના ડોઝ અપાશે. #Gandhinagar

વેક્સિનેશન કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોના સામેની રસી માટે હોસ્પિટલ સ્ટાફ, પોલીસ સહિત પહેલાંથી જ નાની- મોટી બીમારીઓ ધરાવતા 50 વર્ષથી વધુ વયજૂથના નાગરિકોની યાદીઓ તૈયાર થઈ રહી છે, આથી જેવી વેક્સિન આવશે કે તરત જ જીસ્જી દ્વારા સેસન સાઈટ પર ચોક્કસ સમય આપીને પ્રાયોરિટી લિસ્ટના નાગરિકોને બોલાવાશે.#Gandhinagar

આ સ્થળે વેક્સિનેટર સિવાય રજિસ્ટ્રેશન, સોશિયલ ડિસ્ટન્સ, વેઈટિંગ લોન્જમાં પ્રોટ્રોકોલનો સમય જેવી વ્યવસ્થાઓ માટે ચારથી પાંચ કર્મચારી રહેશે. એક નાગરિકને વેક્સીન પાછળ દોઢથી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે, એ પ્રમાણે ત્રણથી ચાર કલાકમાં જ 100 નાગરિકને વેક્સિન મળી જશે, આથી 15 હજાર વેક્સિનેટર એક દિવસમાં 15 લાખ અને એક સપ્તાહમાં 90 લાખ નાગરિકોને વેક્સિન આપી શકશે.

450 જેટલી વ્યક્તિને વેક્સિનની ટ્રાયલનો પ્રથમ ડોઝ અપાયો

ભારત બાયોટેક કંપની દ્વારા બનેલી કોરોનાની વેક્સિનની ટ્રાયલ વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પ્રથમ ટ્રાયલ અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં 500 વેક્સિનના ડોઝ મોકલવામાં આવ્યા હતા. સ્વયંભૂ વેક્સિનની ટ્રાયલ લેવા ઇચ્છતા સંપૂર્ણપણે સ્વસ્થ વ્યક્તિઓ, યુવાનોની પ્રાથમિક પ્રસંદગી કરવામાં આવી હતી, જેમાંથી 450 જેટલી વ્યક્તિને વેક્સિનની ટ્રાયલનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ 450 વ્યક્તિમાંથી એકપણ વ્યક્તિને વેક્સિનની ટ્રાયલની આડઅસર થવાનો કેસ નોંધાયો નથી.

More #Trainee #health workers #vaccinate #90lakh-citizens #Gandhinagar News #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud