• જૂનાગઢ સિવીલ હોસ્પિટલના 4 તબીબો અને નર્સિગ સ્ટાફે બાળકો સાથે રોપ-વેનો લાભ લીધો
  • કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા બે ગાયનેકોલોજીસ્ટ, બે મેડીકલ ઓફિસર અને 15 જેટલા નર્સિગ સ્ટાફે તેમના બાળકો સાથે આ ડિસ્કાઉન્ટનો લાભ લઇ રોપ-વેની સફર કરી

Junagadh ગિરનાર રોપ-વે

WatchGujarat ઉષા બ્રેકો કંપની દ્વારા મહત્વનો નિર્ણય લઇ ગિરનાર રોપ-વેની સફરમાં કોરોના વોરિયર્સને 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટનો લાભ જૂનાગઢ સિવીલ હોસ્પિટલના તબીબો અને નર્સિગ સ્ટાફે લીધો હતો અને માં અંબાના દર્શન કર્યા હતા.

ગિરનાર રોપ-વેનો લાભ અનેક લોકો લઇ ચુક્યા છે. ત્યારે કોરોનાની મહામારીમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ડોક્ટરો, નર્સ, એમ્બ્યુલન્સના ડ્રાઇવર, પોલીસ, આશા વર્કર અને કોવીડ-19ની કામગીરી સંભાળી રહેલા મેડીકલ સ્ટુડન્સ, મીડીયા તેમજ પાવર, ગેસ, ટેલીકોમ, સંરક્ષણ દળની વ્યક્તિઓ અને તેમના પરિવારો માટે 40 ટકા ડિસ્કાઉન્ટ5ની જાહેરાત કરી છે.ત્યારે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા બે ગાયનેકોલોજીસ્ટ, બે મેડીકલ ઓફિસર અને 15 જેટલા નર્સિગ સ્ટાફે તેમના બાળકો સાથે આ ડિસ્કાઉન્ટનો લાભ લઇ રોપ-વેની સફર કરી હતી અને માં અંબાના દર્શન કર્યા હતા.#Junagadh

સિવીલ હોસ્પિટલમાં નર્સિગ હેડ તરીકે ફરજ બજાવતા એચ.આર.ઝાલાએ જણાવ્યું હતું કે, રોપ-વેની ટીકીટમાં કોરોના વોરિયર્સને 40 ટકા ડિસ્કાઉન્ટ મળતા સ્ટાફ અને બાળકો સાથે લાભ લઇ માં અંબાના દર્શન સાથે રોપ-વેની સફરની મજા માણી છે. વધુમાં જણાવ્યું હતું કે, ઉષા બ્રેકો કંપનીના રોપ-વે અનેક જગ્યા પર છે. પરંતુ જૂનાગઢ ખાતે પ્રથમ વખત કોરોના વોરિયર્સને માન આપી ટીકીટમાં રાહત આપવામાં આવી છે. એશીયાના સૌથી ઉંચા રોપ-વેની અત્યાર સુધીમાં એક લાભ ઉપરાંત લોકોએ સફર માણી છે. #Junagadh

More #Corona #Warriors #40%discount #Girnar #ropeway #Civil #Hospital staff #Junagadh #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud