મોટામૌવાની નજીક દારૂની રેડ કરવા પહોંચેલી પોલીસ પર પથ્થરમારો થયો
પથ્થરમારમાં પોલીસની ગાડીઓનાં કાંચ ફૂટી ગયા
હરકતમાં આવેલી પોલીસે 4 મહિલાઓ સહિત 10 વિરુદ્ધ ગુનો નોંધ્યો, ગણતરીની કલાકોમાં ત્રણને ઝડપી પાડ્યા
WatchGujarat શહેરમાં બુટલેગરો બેખોફ બન્યા હોય તેવી એક ઘટના સામે આવી છે. જેમાં મોટામૌવાની નજીક દારૂની રેડ કરવા પહોંચેલી પોલીસ પર પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં પોલીસની ગાડીનાં કાંચ ફૂટી ગયા હતા. જોકે આ ઘટનાને પગલે હરકતમાં આવેલી પોલીસે 4 મહિલાઓ સહિત 10 વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. અને ગણતરીની કલાકોમાં ત્રણને ઝડપી પાડ્યા છે. અન્ય આરોપીઓ પણ હાથવેંતમાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
https://twitter.com/WatchGujarat/status/1339537227274055680?s=19
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી પોલીસને મોટામૌવા નજીક નવદુર્ગાપરાની ઓરડીમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. જેને આધારે રેડ કરતા ઓરડીમાં પૂંઠાના ખોખાઓમાં દારૂની અલગ અલગ બ્રાન્ડની ખાલી અને ભરેલી બોટલો મળી આવી હતી. સાથે જ સ્થળ પરથી જ સિધ્ધાર્થ ઉર્ફ સીધલો મુકેશભાઇ વાઘેલા અને ધર્મદીપ ઉર્ફે ધમો મુકેશભાઇ વાઘેલાને અટકાયતમાં લઇ લેવાયા હતા. અને બહાર પાર્ક કરેલું એક્ટિવા પણ કબ્જે લેવાયુ હતું.
આ મુદ્દામાલ સરકારી વાહનોમાં મૂકીને બન્ને આરોપીને વાહનોમાં બેસાડી પોલીસ ટીમ રવાના થઈ હતી. પરંતુ વળાંક વળતાની સાથે પાછળથી હાકલા પડકારા સંભળાયા હતા. અને કંઈપણ સમજાય તે પહેલાં જ પોલીસ પર પથ્થરમારો શરૂ થયો હતો. પથ્થરમારામાં પોલીસની સરકારી જીપનો કાચ ફૂટી ગયો હતો. અને અન્ય ખાનગી કારમાં પણ નુકશાન થયું હતું. જેને લઈ હુમલાખોરોને ઝડપી લેવા પોલીસ સ્ટાફ કારમાંથી નીચે ઉતરતા જ હુમલાખોરો નાસી ગયા હતા.
જોકે પોલીસે પીછો કરી 42 વર્ષીય રતીલાલ વાઘેલાને ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં 3 મહિલા સહિત અન્ય 7 હુમલાખોરોનાં નામ પણ સામે આવ્યા છે. હાલ પોલીસે પકડાયેલા ત્રણ આરોપી તેમજ ફરાર સૂત્રધાર અંકિત પરમાર અને ચાર સહિત કુલ 10 આરોપી સામે પ્રોહિબિશન, રાયોટીંગ, હુમલો કરી પોલીસની ફરજમાં રુકાવટ અને સરકારી વાહનોમાં નુકશાન કરવાની કલમ મુજબ ગુનો નોંધી તમામને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. તેમજ ઓરડીમાંથી કબજે થયેલી દારૂની 27 ભરેલી, 22 ખાલી બોટલ, મોબાઇલ અને એક્ટીવા સહિત કુલ 57 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
વિદેશી દારૂ અને પોલીસ પર હુમલા મામલે પકડાયેલા તેમજ ફરાર આરોપીના નામ
1) સિધ્ધાર્થ ઉર્ફે સિધલો મુકેશભાઇ વાઘેલા (ધરપકડ)
2) ધર્મદીપ ઉર્ફે ધમો મુકેશભાઇ વાઘેલા (ઘરપકડ)
3) રતીલાલ લાલજીભાઇ વાઘેલા (ધરપકડ)
4) અંકિત જયંતીભાઇ પરમાર (મુખ્ય સૂત્રધાર, ફરાર)
5) તુલસીભાઇ લાલજીભાઇ વાઘેલા (ફરાર)
6) હિરેન જયંતીભાઇ પરમાર (ફરાર)
7) લક્ષ્મીબેન મુકેશભાઇ વાઘેલા (ફરાર)
8) જયાબેન જયંતીભાઇ પરમાર (ફરાર)
9) જયોતીબેન સિધ્ધાર્થભાઇ વાઘેલા (ફરાર)
10) રંજનબેન રતીલાલ વાઘેલા (ફરાર)