અગાઉ જેલમાંથી મોબાઇલ મળવાના બનાવો સતત વધતાં હોવાથી સિટની રચના કરાઇ હતી
જેલમાં મોબાઇલ અને ચાર્જર મળ્યાની ઘટના અંગે સિટની તપાસમાં કેદીઓ, સિપાહીઓની સંડોવણી પણ ખુલી હતી
WatchGujarat સેન્ટ્રલ જેલમાંથી વધુ એક વખત મોબાઇલ ફોન મળી આવ્યો છે. અગાઉ આવા બનાવો સતત વધતાં સિટની રચના કરાઇ હતી. જેમાં કેદીઓ, સિપાહીઓની સંડોવણી પણ ખુલી હતી. દરમિયાન સ્થાનિક જડતી સ્કવોડે નવી જેલ-02 યાર્ડ નં.01ની બેરેક નં. 04ના બાથરૂમની બહારના ભાગે બારીના છજા ઉપરથી બેટરી-સીમકાર્ડ વગરનો ફોન અને ચાર્જર મળી આવ્યા છે. જેને પગલે અજાણ્યા કેદી સામે પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
જેલર કે. એસ. પટણીની ફરિયાદ પરથી ધી પ્રિઝન એકટની કલમો હેઠળ ગુનો નોંધી પીઆઇ ચાવડાની રાહબરીમાં પ્રનગર પોલીસે તપાસ શરૂ કરી છે. આ મોબાઇલ અને ચાર્જર નાઇટીના કાપેલા કાપડના ટૂકડામાં છુપાવી બાદમાં તેને પ્લાસ્ટીકની થેલીમાં રાખી બારીના છજે છુપાવાયો હતો. ત્યારે કોણ અંદર લાવ્યું? કોણે અહિ રાખ્યો? કોણે-કોણે ઉપયોગ કર્યો? એ સહિતના મુદ્દે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.