• પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડે રાયચુરા પરિવારક્રિકેટની ટીમને પોતાની હોટલમાં ઉતારો આપી મોટી કમાણી કરતો હોવાનો આક્ષેપ કર્યો
  • આ મુદ્દે તેમણે SCA- BCCIને ઇમેઇલ મારફતે ફરિયાદ પણ કરી
  • BCCI દ્વારા અલગ-અલગ ટુર્નામેન્ટો યોજાય ત્યારે તમામ ટીમોને આ હોટલમાં જ ઉતારો આપવામાં આવે છે.
#Rajkot - રાયચુરા પરિવાર દ્વારા ક્રિકેટ ટીમને પોતાની હોટલમાં ઉતારો આપી મોટી કમાણી કરાય છે : પૂર્વ ક્રિકેટરે SCA-BCCIમાં કરી ફરિયાદ
SCA

WatchGujarat સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અવારનવાર વિવાદમાં આવતું હોય છે. આવી જ વધુ એક બાબત સામે આવી છે. જેમાં રાયચુરા પરિવાર ક્રિકેટની ટીમને પોતાની હોટલમાં ઉતારો આપી મોટી કમાણી કરતો હોવાનો સણસણતો આક્ષેપ પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડે કર્યો છે. એટલું જ નહીં આ મુદ્દે તેમણે SCA- BCCIને ઇમેઇલ દ્વારા ફરિયાદ પણ કરી છે.

નિખિલ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું છે કે, હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાં પ્રમુખ જયદેવ શાહ પૂર્વ પ્રમુખ નિરંજન શાહના પુત્ર છે. જ્યારે ટ્રેઝરર તરીકે પણ પૂર્વ ખજાનચી નીતિન રાયચુરાના પુત્ર શ્યામ રાયચુરા હાલ કાર્યરત છે. આમ પૂર્વ બોસના પુત્રો દ્વારા જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ અંગે અગાઉ પણ હાઈકોર્ટમાં નોટિસ ઇસ્યુ કરવામાં આવી ચુકી છે.

રાયચુરા પરિવાર દ્વારા શહેરની ફર્ન હોટલનું સંચાલન કરવામાં આવે છે. ત્યારે BCCI દ્વારા અલગ-અલગ ટુર્નામેન્ટો યોજાય ત્યારે તમામ ટીમોને આ હોટલમાં જ ઉતારો આપવામાં આવે છે. સાથે જ અન્ય હોટલોની તુલનાએ ઘણા વધુ કહી શકાય તેવા બિલો બનાવીને પાસ પણ કરી દેવામાં આવે છે. આમ પોતાના પદનો દુરુપયોગ કરી ખોટા લાભ મેળવવામાં આવતા હોવાનો આક્ષેપ પણ પૂર્વ ક્રિકેટરની આ ફરિયાદમાં કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ અગાઉ નિખિલ રાઠોડે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની મેમ્બર શીપ કેટલાક પરિવારો અને મિત્રો સુધી સીમિત હોવાનું જણાવાયું હતું. તેમજ પૂર્વ પ્રમુખ નિરંજન શાહ સમગ્ર બોડી પર એકહથ્થુ વર્ચસ્વ ધરાવતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં હાલની બોડીનાં તમામ સભ્યો તેમની નજીકનાં જ હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.

More #SCA #BCCI #Raichura #family #hotel #Former #Cricketer #complains #Rajkot news #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud