વેકસીન માટે 50 વર્ષથી વધુ ઉંમરનાં લોકોનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
આગામી 2-3 દિવસોમાં સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે
શહેરના 958 જેટલા મતદાન બુથ પ્રમાણે 1 હજારથી વધારેની ટીમ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી
WatchGujarat દેશભરમાં કોરોના વેકસીનને લઈને તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેર-જિલ્લામાં ચાલી રહેલી તૈયારીઓ અંગે અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, વેકસીન માટે 50 વર્ષથી વધુ ઉંમરનાં લોકોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 3,32,052 લોકોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. અને આગામી 2-3 દિવસોમાં આ સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, શહેરના 958 જેટલા મતદાન બુથ પ્રમાણે 1 હજારથી વધારેની ટીમ દ્વારા 50 વર્ષથી ઉપરના તેમજ કેન્સર, હૃદયરોગ, કિડની જેવી ગંભીર બિમારી ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. તેમજ વેક્સિન આવશે ત્યારે આ જ યાદીના આધારે તેને વેક્સિન આપવામાં આવશે. હાલમાં તૈયાર કરાયેલા લિસ્ટમાં લોકોના મોબાઇલ નંબર, ઉપરાંત આધાર કાર્ડ નંબરનો પણ સમાવેશ કરાયો છે.
હાલ મત વિસ્તાર મુજબ યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી રાજકોટ જિલ્લામાં 4,003 લોકો ગંભીર બિમારીથી પીડાતા હોવાનું નોંધાયું છે. બીજીતરફ જિલ્લામાં ફ્રન્ટ લાઈન વોરિયર્સની યાદીમાં 8,421 લોકોના નામ નોંધાયા છે. સમગ્ર જિલ્લામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા 7 લાખ પર પહોંચે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.