અગાઉ GujCTOC કાયદ હેઠળ સુરતમાં ટામેટા ગેંગ સામે એક કેસ નોંધાયો
લાલુ ઝાલીમ ગેંગના માણસો વેપારીના પુત્રને એક્ટિવા ઉપર બેસાડી અપહરણ કરી ગયા
વેપારીના પુત્રને ‘ દિપક જ્યસ્વાલ ક્યાં છે’ કહી વિડીયો કોલ કરી લોખંડનાં પાઇપથી માર માર્યો
વેપારીના પુત્રને ગોંધી માર માર્યા બાદ સારવાર માટે આરોપીઓ હોસ્પિટલમાં લઈ ગયા
WatchGujarat સુરતમાં માથાભારેની છાપ ધરાવતા લાલુ ઝાલીમનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. જેમાં મકાન પચાવી પાડવા વેપારીના પુત્રનું અપહરણ કરી માર માર્યો હતો. આ ઘટનામાં વેપારીના પુત્રએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
અસામાજિક તત્વો પર અંકુશ લાવવા GujCTOC નામનો કાયદો લાવવામાં આવ્યો છે. આ અતંર્ગત સુરતમાં એક કેસ પણ ટામેટા ગેંગ સામે નોંધાયો છે. ત્યારે હવે સુરતમાં લાલુ જાલિમ ગેંગનો આતંક સામે આવ્યો છે. સુરતના કતારગામની રંગદર્શન સોસાયટીમાં રહેતો યક્ષ પટેલ પિતા અશ્વિનભાઈ સાથે નવસારીમાં કરિયાણાની દુકાન ચલાવે છે. યક્ષ ગત 11મી તારીખે સાંજે ઘરે હતો. ત્યારે તેનો મિત્ર પ્રિતમ જૈન તેના એક સાગરિત મિત્ર સાથે ઘરે આવ્યો હતો અને યક્ષને સોસાયટીના નાકા પર ઉભેલા લાલુ ઝાલીમ ગેંગના વિવેક અને રવિ શિંદે પાસે લઇ ગયો હતો.
https://twitter.com/WatchGujarat/status/1339176967694766082?s=19
દરમિયાન લાલુ ઝાલીમ ગેંગનો વિવેક અને રવિ શિંદે યક્ષને એક્ટિવા પર બેસાડી કતારગામ કૃષ્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં આવેલી ઓફિસે લઈ ગયા હતા. ત્યાં ગેંગના માણસોએ વેપારીના પુત્રને ‘ દિપક જ્યસ્વાલ ક્યાં છે’ કહી વિડીયો કોલ કરી લોખંડનાં પાઇપથી માર માર્યો હતો. આરોપીઓએ લાલુ ઝાલીમ અને નિકુંજ ચૌહાણને ફોન કરી યક્ષને ધમકી અપાવી હતી. તેઓ યક્ષને માર મારતા હતા તે લાલુ જાલીમ અને નિકુંજને વીડિયો કોલથી બતાવતા હતા.
યક્ષનાં પિતા અશ્વિનનું કતારગામમાં મકાન છે. જે મકાન આરોપીના નામે કરાવી લેવા મારી નાખવાની ધમકી આપી હતી. ઓફિસમાં ગોંધી માર માર્યા બાદ યક્ષને આરોપીઓ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ડોકટરને ઍક્સિડન્ટ થયું બહાનું કાઢયું હતું. સારવાર કરાવી બાદમાં આરોપીઓએ ભાડાની રિક્ષામાં તેને ઘરે મોકલી આપ્યો હતો. યક્ષ પટેલે આરોપી લાલુ ઝાલીમ, નિકુંજ ચૌહાણ, રવિ શિંદે, વિવેક, પ્રિતમ જૈન તેમજ અન્ય એક શખ્સ વિરુદ્ધ અપહરણ, બળજબરીપૂર્વક રૂપિયા કઢાવવા, ધમકી આપવી, માર મારવાની કલમો હેઠળ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.