• આજે સુરત ભાજપ કાર્યાલય ખાતે CR પાટીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો

  • આગામી મહાનગરપાલિકા અનેવિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇ ભાજપનું માઇક્રોલેવલ પ્લાનિંગ

#surat - CR પાટીલની હાજરીમાં 450 વકીલો ભાજપના પેજ પ્રમુખ અને પેજ કમિટીના સભ્ય બન્યા

WatchGujarat સુરત ભાજપ કાર્યાલય ખાતે ભાજપની પેજ પ્રમુખ અને પેજ કમિટી સભ્ય બનાવવાના અભિયાનને આગળ વધારવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં વકીલોને પેજ પ્રમુખ અને પેજ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યાં હતાં. જો કે આ કાર્યક્રમમાં ખુદ સી.આર.પાટીલ જ માસ્ક વગર નજરે ચડ્યા હતા. સામાન્ય લોકોને દંડ ફટકારતા તંત્રની અહી દંડ ફટકારવાની હિમ્મત થઇ ન હતી.

આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવનાર છે. જેને લઇ ભાજપ દ્વારા માઈક્રો પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે. તમામ બેઠકના મતદારો સુધી પહોંચવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પેજ પ્રમુખ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પહેલા પાર્ટીના કાર્યકરો ત્યાર બાદ શહેરના નામાંકિત ડોક્ટરો આ અભિયાનમાં જોડાયા હતા અને આજે શહેરના આશરે સાડા ચારસો જેટલા વકીલો આજે ભાજપના પ્રમુખ બન્યા છે.#CR Patil

શહેરના નામાંકિત વકીલો સાથે પેજ સમિતિનું એક કાર્યક્રમ ભાજપ શહેર કાર્યાલય ખાતે રાખવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમમાં પણ કોવિડના નિયમનોની ધજીયા ઉડી હતી. ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જ માસ્ક વિના નજરે ચડ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં કેટલાક લોકોએ માસ્ક વિના ફરતા દેખાયા હતા. આ ઉપરાંત સામાન્ય લોકોને માસ્કના નામે કરોડો રૂપિયા દંડ ફત્કાનારા પોલીસ અને મનપા તંત્રની અહી દંડ વસુલવાની હિમ્મત થઇ ન હતી. લગ્નમાં જઈને શોશ્યલ ડીસટન્સના નામે દંડ ફટકારતું તંત્ર અહી ચુપ રહ્યું હતું. એટલું જ નહી અહી ભણેલા ગણેલા વકીલોએ પણ કાયદાની ધજીયા ઉડાવી હતી તે દ્રશ્યોમાં સ્પસ્ટ જોઈ શકાય છે.

More #CR Patil #Page president #page committee #bjp office #lawyer #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud