બોગસ કોલ સેન્ટર ચલાવી લોકોને રોકાણ કરવા માટે લોભામણી લાલચો આપી રૂપિયાની ઠગાઇ કરાતી
ચાર મહિના પહેલા નિર્વાણા શોપર્સમાં ચાલતા ફિરોઝના બોગસ કોલ સેન્ટર પર પીસીબીએ દરોડો પાડ્યો હતો.
ચાર મહિના બાદ ફરી ધમધમતા કોલ સેન્ટર પર જહાંગીરપુરા પોલીસે રેઇડ કરી
WatchGujarat સુરતના જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલા નિર્વાણા શોપર્સમાં ચાલતા ઓટો બાઈટ સોલ્યુશન નામે ચાલતા બોગસ કોલ સેન્ટર પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે કોલ સેન્ટરમાંથી એક મહિલા સહીત ૩૫ લોકોની અટકાયત કરી હતી. ચાર મહિના અગાઉ PCB પોલીસે આજ call centre પર દરોડો પાડી તેના માલિકની ધરપકડ કરી હતી. જોકે ચાર મહિના બાદ આ કોલ સેન્ટર ફરી ધમધમતું થઇ ગયું હતું. #Surat
સુરતના જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલા નિર્વાણા શોપર્સમાં ઓટો બાઈટ સોલ્યુશન નામથી કોલ સેન્ટર ચાલી રહ્યું છે તેવી બાતમી જહાંગીરપુરા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જ્યાં એક મહિલા સહીત ૩૫ લોકોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે આ કોલ સેન્ટરમાંથી 2 ટીવી, 9 લેપટોપ, મોબાઈલ, રોકડ રૂપિયા લાખોની મત્તા કબજે કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
ચાર મહિના અગાઉ પીસીબી પોલીસે આજ કોલ સેન્ટરમાં દરોડો પાડી કોલ સેન્ટરના માલિક ફિરોઝ ઉર્ફે ખાંડા હાજી મેમણની ધરપકડ કરી હતી. જોકે ચાર મહિના બાદ આ કોલ સેન્ટર ફરી ધમધમતું થઇ ગયું હતું. કોલ સેન્ટરમાંથી મોટી સંખ્યામાં પોલીસે લોકોની અટકાયત કરવા રાંદેર પોલીસની પણ મદદ મેળવી હતી.
આ કોલ સેન્ટરમાંથી લોકોને રોકાણની લોભામણી સ્કીમો આપવામાં આવતી હતી અને તેઓની પાસેથી રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા હતા. ફિરોઝ પોતાની મોડ્સ ઓપરેન્ડી મુજબ ફરી એકવાર લોકોને ઠગવા માટે રોકાણની જુદી-જુદી સ્કીમો બતાવતો હતો. ટિપ્સ આપવાના બહાને જુદા-જુદા એકાઉન્ટમાં રૂપિયા જમા કરવી રોકાણકારોને ચુનો ચોપડો હતો. જહાંગીરપુરા પોલીસના ધ્યાને આખી ગતિવિધિ આવતા બુધવારે મોડી સાંજે નિર્વાણા કોમ્પ્લેક્ષના ચોથા માળે રેઇડ કરી મહિલા સહિત 35 લોકોની અટકાયત કરી હતી.
More #Jahangirpura #Fake Call Centre #Nabbed for #Second-time #Surat News