• એક પણ રૂપિયાનું પ્રિમિયમ ભર્યાં વગર ‘‘વ્હાલી દિકરી યોજના’’ અંતર્ગત કુલ રૂ.1.10 લાખની મળે છે સહાય
  • દિકરીઓનુ જાતિ પ્રમાણ વધારવા, શિક્ષણનું સ્તર ઉંચે લઈ જવા, બાળલગ્ન અટકાવવા અને મહિલા સશક્તિકરણની રાજ્ય સરકારની નેમ
વ્હાલી દિકરી યોજના
વ્હાલી દિકરી યોજના

WatchGujarat  વડોદરા શહેર-જિલ્લાની 974 દિકરીઓને પુખ્તવયની થયે એટલે 18 વર્ષ પૂર્ણ કરશે. ત્યારે વ્હાલી દિકરી યોજના અંતર્ગત રાજ્ય સરકાર તરફથી રૂ. 1 લાખની સહાય આપવામાં આવશે. એ પણ એક પણ રૂપિયાનુ પ્રિમિયમ ભર્યા વગર. આ ઉપરાંત વ્હાલી દિકરી યોજના હેઠળ દિકરી જ્યારે ધોરણ-1માં પ્રવેશ મેળવે ત્યારે રૂ. 4000 અને ધોરણ-9માં દાખલ થાય ત્યારે રૂ.6000ની સહાય મળવાપાત્ર છે. આમ, વ્હાલી દિકરી યોજના હેઠળ દીકરીને કુલ રૂ. 1.10 લાખની સહાય મળશે.

આ યોજનાના લાભાર્થીની પાત્રતા અંગે વાત કરતા જિલ્લા મહિલા અને બાળ અધિકારી માધવીબેન ચૌહાણ જણાવે છે કે, વ્હાલી દિકરી યોજના ગત તા. 02 ઓગસ્ટ 2019થી અમલમાં મુકવામાં આવી છે. જેથી02 ઓગસ્ટ 2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. બીજી શરતોમાં લાભાર્થી દંપત્તિ વધુમાં વધુ બે દિકરીઓ પુરતો જ યોજનાનો લાભ મેળવી શકે છે. ત્યારે કોઈ કિસ્સામાં બીજી-ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપત્તિઓની દિકરીઓની સંખ્યા 3 કરતાં વધુ થતી હોય તો પણ તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

વ્હાલી દિકરી યોજનાની અન્ય પાત્રતા અંગે માધવીબેને વધુમાં જણાવ્યું હતું કે, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006ની જોગવાઈ મુજબ પુખ્ત વય લગ્ન કરેલ હોય તેવા દંપત્તિની દિકરીઓને જ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે. ઉપરાંત વ્હાલી દિકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માગતા દંપતિની (પતિ-પત્ની સંયુક્ત) વાર્ષિક આવક રૂ. 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત વ્હાલી દિકરી યોજનાથી સમાજમાં આવનાર રચનાત્મક પરિવર્તનમાં દિકરીઓનુ જન્મ પ્રમાણ વધશે, બાળલગ્ન અટકશે, દિકરીઓના શિક્ષણમાં વધારો થવાની સાથે તેમનો સ્કૂલમાં તેમનો ડ્રોપઆઉટ રેશીયો ઘટશે. આમ, દિકરીઓ-મહિલાઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થશે.

આ યોજનાની પાત્રતા ધરાવતા લોકોને વ્હાલી દિકરી યોજનાનું અરજીપત્રક નજીકના આંગણવાડી કેન્દ્ર, સીડીપીઓ કચેરી, ગ્રામ પંચાયત અને મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી વિનામૂલ્યે મળી રેહશે. તેમજ લાભાર્થી દંપત્તિએ જરૂરી આધાર પુરાવા સાથે નિયત નમુનામાં અરજી આંગણવાડી કેન્દ્ર અથવા સીડીપીઓ કચેરી ખાતે જમા કરાવવાની રહેશે.

More #વ્હાલી દિકરી યોજના #Daughters-on-completion-of-18-years #will-be-received-1lakh #Gujaratinews #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud