ગત 5 ઓક્ટોબરના રોજ અકોટા હાઉસિંગ બોર્ડ સ્થિત ગણપતિ મંદિર ખાતે સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડ્યો હતો.
સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડામાં 2.68 લાખના દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા હતાં.
સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ DGP આશીષ ભાટીયાએ ગોત્રી PI-PSIને સસ્પેન્ડ કર્યા હતાં.
WatchGujarat અકોટા વિસ્તારમાં આવેલા ગણપતિ મંદિર પાસે દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલતું હોવાની બાતમીને આધારે ગત 5 ઓક્ટોબરના રોજ સ્ટેટ વિજીલન્સ સેલે દરોડો પાડ્યો હતો. આ કેસમાં DGP આશિષ ભાટીયાએ તાબડતોબ ગોત્રી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એ.બી. ગોહીલ અને પી.એસ.આઈ. એચ.જી. ગોહિલને સસ્પેન્ડ કર્યા હતાં. આ કેસમાં આજરોજ ડીસીપી ઝોન – 2 દ્વારા 1 હેડ કોન્સ્ટેબલ સહિત 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.
ગોત્રી પોલીસ મથકની હદમાં ઠેર – ઠેર દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલને પ્રાપ્ત થઈ હતી. પોલીસની રહેમ નજર હેઠળ અકોટા હાઉસિંગ બોર્ડના ગણપતિ મંદિર પાસે ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલતો હતો. ગત 5 ઓક્ટોબરના રોજ મોડી સાંજે સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી રૂ. 2.68 લાખના દારૂના જથ્થા સાથે જીતેન્દ્ર પાટીલ અને અનિલ ઉત્તેકરને ઝડપી પાડ્યા હતાં. સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા દરમિયાન ગોત્રી પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.
જીતેન્દ્ર પાટીલ અને અનિલ ઉત્તેકરની પ્રાથમિક પુછપરછને આધારે પોલીસે લાલુ સિંધી, યોગેશ પાટીલ અને ધર્મેશ પાટીલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે, આ કેસમાં ગોત્રી પોલીસની બેદરકારી કે દારૂના વેપલા સામે આંખ આડા કાન કરનાર ઇન્સ્પેક્ટર એ. બી. ગોહિલ અને સબ ઇન્સ્પેક્ટર એચ.જી. ગોહિલને ડીજીપીએ તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
ઘટનાના બે મહિના બાદ ડીસીપી ઝોન – 2 સંદિપ ચૌધરીએ ગોત્રી પોલીસ મથકના વધુ ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. અકોટા ખાતે સ્ટેટ વિજીલન્સ સેલના દરોડાની ઘટનાની તપાસમાં હેડ કોન્સ્ટેબલ દિપક જગદીશચંદ્ર, વિક્રમસિંહ પ્રવિણસિંહ (ટી.સી.), વિશાલ નાગજીભાઈ (એલ.આર.ડી.) અને કિશોરસિંહ ગુલાબસિંહ (એલ.આર.ડી.)ના નામો ખુલવા પામ્યા હતાં.
ગોત્રી વિસ્તારમાં બૂટલેગરોને બેધડક દારૂનો વેપલો કરવા દેવામાં આ પોલીસ કર્મીઓની સંડોવણી હોવાને કારણે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી શક્યતા છે. જોકે, હાલના તબક્કે કયા મુખ્ય કારણોસર આ ચારેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની ચોક્કસ વિગતો પ્રાપ્ત થતી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં ગોત્રી વિસ્તારના એક મોલની પાસે બૂટલેગર પાસેથી દારૂ લેતાં પોલીસ કર્મચારીઓનો વિડીયો વાઈરલ થયો હતો. આ બનાવમાં પણ સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મીઓ પૈકીના જ પોલીસ કર્મી સંડોવાયેલા હોવાની શક્યતા પોલીસ વિભાગના સૂત્રો જણાવી રહ્યાં છે.
ગત 5 ઓક્ટોબરના રોજ અકોટા હાઉસિંગ બોર્ડ સ્થિત ગણપતિ મંદિર ખાતે સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડ્યો હતો.
સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડામાં 2.68 લાખના દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા હતાં.
સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ DGP આશીષ ભાટીયાએ ગોત્રી PI-PSIને સસ્પેન્ડ કર્યા હતાં.
WatchGujaratઅકોટા વિસ્તારમાં આવેલા ગણપતિ મંદિર પાસે દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલતું હોવાની બાતમીને આધારે ગત 5 ઓક્ટોબરના રોજ સ્ટેટ વિજીલન્સ સેલે દરોડો પાડ્યો હતો. આ કેસમાં DGP આશિષ ભાટીયાએ તાબડતોબ ગોત્રી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એ.બી. ગોહીલ અને પી.એસ.આઈ. એચ.જી. ગોહિલને સસ્પેન્ડ કર્યા હતાં. આ કેસમાં આજરોજ ડીસીપી ઝોન – 2 દ્વારા 1 હેડ કોન્સ્ટેબલ સહિત 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.